થરાદમાં ટ્રેઇલરના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત

- Advertisement -
Share

થરાદ નગરના માર્કેટયાર્ડથી ચાર રસ્તા અને દૂધ શિત કેન્દ્રના મહત્વપૂર્ણ હાઇવે પર ભૂતકાળમાં અકસ્માતના કારણે અનેક યુવાનોના મોતની ઘટનાઓ બનવા પામી છે. જેમાં વધુ એક પરિવારના લાડકવાયાનો જીવનદીપ બૂઝાતાં નગર સહીત પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. થરાદ પોલીસે બુલેટ મોટર સાઇકલને ટક્કર મારી નાસી છૂટેલા ટ્રેઇલર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ નગરપાલિકાના સદસ્ય દિલીપકુમાર નવિનચંદ્ર ઓઝાના ભત્રીજા ગુરૂવારે સાંજના સુમારે GJ-01-MZ-1163 નંબરના બુલેટ મોટર સાઇકલ પર જઇ રહેલા ધવલકુમાર હીતેશભાઇ ઓઝા (ઉં.વ. આ.24) ને થરાદ મામલતદાર કચેરી ત્રણ રસ્તા પાસે એક ટ્રેઇલરના ચાલકે અડફેટે ટક્કર મારી હતી.

આથી મોટર સાઇકલ પર રહેલ ધવલકુમારનું મોટર સાઇકલ ટ્રેઇલરના આગળના ખાલી ટાયરમાં આવી જતાં તેમના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે દિલીપભાઇ રમેશભાઇ માળી ફંગોળાઇ જતાં તેનો ચમત્કારીક બચાવ થયો હતો.

ગંભીર ઇજાગ્રસ્ત ધવલને વધુ સારવાર અર્થે થરાદથી મહેસાણા ખસેડાતાં રસ્તામાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક ટ્રેઇલર લઇને નાસી છૂટ્યો હતો. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે થરાદ નગરપાલિકાના સદસ્ય દિલીપકુમાર નવિનચંદ્ર ઓઝાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!