લોકડાઉનના સમયમાં ભારતના કરોડો લોકોની આંખો પર પડી આવી અસર, આંકડા છે ચોંકાવનારા

- Advertisement -
Share

લોકોને લાંબા સમય સુધી ઘરની અંદર રહેવાનું થયું હોવાથી સ્ક્રીન ટાઇમમાં વધારો થયો છે. આમાં લોકડાઉન અને સામાજિક અંતરનો મોટો ફાળો છે. જેના કારણે આંખની સમસ્યાઓ વધી છે.

સમય સાથે જીવનશૈલી બદલાઈ છે. અને આ સદીની જીવનશૈલીમાં મેદાનમાં રમત અને શારીરિક શ્રમ ઘટી ગયો છે. તેના બદલે હવે દિવસ-રાતનો મોટાભાગનો સમય મોબાઈલ કે કોમ્પ્યુટરની સ્ક્રીન સામે જ પસાર થાય છે. ઓછામાં વધતું કોરોનાના કારણે લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમના કારણે સ્ક્રીન સામેના સમયમાં વધારો થયો છે. લોકડાઉન દરમિયાન શિક્ષા, કામ અને મનોરંજન બધું ઓનલાઈન થઇ ગયું છે.

 

 

ચોંકાવનારો રિપોર્ટ
આ સમયે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર 27.5% કરોડ, અથવા તો કુલ જનસંખ્યાના લગભગ 23% લોકો વધુ સમય સ્ક્રીન સામે વિતાવવાના કારણે આંખોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સાથે જ મોતિયાબિંદ, ગ્લૂકોમાં અને ઉંમરના કારણે પણ આંખોની રોશનીને અસર પડી છે.

ભારતમાં મોટી સંખ્યામાં અસર

મોટી વાત એ છે કે ભારતમાં એક વ્યક્તિ સરેરાસ 6 કલાક 36 મિનીટ સ્ક્રીન સામે વિતાવે છે. જે અન્ય દેશોની સરખામણી ઓછો છે. યેમ છતાં આનાથી આંખોની સમસ્યા ભારતમાં વધુ છે. જ્યારે અન્ય દેશોની વાત કરીએ તો ફિલિપાઇન્સ (10:56 કલાક), બ્રાઝિલ (10: 08 કલાક), દક્ષિણ આફ્રિકા (10: 06 કલાક), યુ.એસ. (07:11 કલાક) અને ન્યુઝીલેન્ડ (06:39 કલાક) ની સરેરાસ ધરાવે છે. તેમ છતાં ભારતમાં વધુ લોકો પર આની અસર થઇ છે.

લોકડાઉન કારણ!
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોને લાંબા સમય સુધી ઘરની અંદર રહેવાનું થયું હોવાથી સ્ક્રીન ટાઇમમાં વધારો થયો છે. આમાં લોકડાઉન અને સામાજિક અંતરનો મોટો ફાળો છે.

યુકેના એક અહેવાલમાં કહેવામાં આવ્યું કે “કોરોનાના સમયમાં લોકડાઉન અને સામાજિક અંતરના કારણે મોટાભાગે લોકો ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે. આવામાં શિક્ષા, નોકરી કે મનોરંજન માટે સ્ક્રીન સામે સમય વિતાવી રહ્યા છે.”

અહેવાલ મુજબ વસ્તી પણ એક મોટું પરિબળ છે. ખરેખર આ અહેવાલ મુજબ, ચીનનો એકંદર સ્ક્રીન સમય ભારત અને અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. પરંતુ ત્યાં દૃષ્ટિથી સમસ્યાનો સામનો કરનારા લોકોની સંખ્યા વધુ છે. આ એટલા માટે છે કેમ કે ચીનની વસ્તી ભારતની જેટલી છે.

From –Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!