પાલનપુરના સદરપુર ચાર રસ્તા નજીક એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે બે શખ્સો ઝડપાયા : એક શખ્સ ફરાર

- Advertisement -
Share

દારૂની બોટલ નંગ-432, મોબાઇલ નંગ-2 અને બોલેરો ગાડી સહીત કુલ રૂ. 4,76,040 નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાલનપુર એલ.સી.બી. પોલીસ પૂર્વ પોલીસ નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સદરપુર ચાર રસ્તા નજીક વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં દારૂની બોટલ નંગ-432, મોબાઇલ નંગ-2 અને બોલેરો ગાડી સહીત કુલ રૂ. 4,76,040 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સ ફરાર થવામાં સફળ થયો હતો. આ અંગે પાલનપુર એલ.સી.બી. પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી એલ.સી.બી. પોલીસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે એક બોલેરો ગાડી નં.GJ-08-AU-1653માં વિદેશી દારૂ ભરી પાલનપુર સદરપુર ચાર રસ્તા તરફ આવવાની બાતમીના આધારે સદરપુર હાઇવે ચાર રસ્તા નજીક વોચમાં હતા.

 

તે દરમિયાન બોલેરો ગાડી પસાર થતાં ઝડપી પાડી ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-432 રૂ.1,16,040, મોબાઇલ નંગ-2 રૂ.10,000 અને બોલેરો ગાડી રૂ. 3,50,000 સાથે કુલ રૂ. 4,76,040 ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક દિનેશકુમાર ભીમરામ ખરોણ (ચૌધરી) (રહે.મકાવલ, તા. રેવદર, જી. શિરોહી-રાજસ્થાન) અને મહેન્દ્રકુમાર નગારામ ચૌધરી (રહે. જાવલ, તા. રેવદર, જી. શિરોહી-રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યા હતા તેમજ માલ ભરાવનાર અમિત છત્રારામ ચૌધરી (રહે.મકાવલ, તા. રેવદર, જી.શિરોહી-રાજસ્થાન) વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!