કર્ણાટકમાં પણ અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ : ધારાસભ્ય

- Advertisement -
Share

ભાજપના મહાસચિવ અરુણ સિંહ અત્યારે કર્ણાટક જે અસંતોષ છે તેને લઇને નેતાઓ અને ધારાસભ્યોને મળી રહ્યા છે

કર્ણાટકમાં અસંતોષ નો સામનો કરી રહેલા બીએસ યેદીરુપ્પાને તેમની જ પાર્ટીના એક સહયોગીએ મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતથી નબળા ગણાવ્યા છે. ભાજપના નેતા એચ વિશ્વનાથે આ ફીડબેક પ્રભારી અરુણ સિંહને આપ્યો છે. અરુણ સિંહ અત્યારે કર્ણાટક ભાજપમાં જે અસંતોષ છે તેને લઇને પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને મળી રહ્યા છે. આ સિવાય રાજ્યની વિધાન પરિષદના સભ્ય વિશ્વનાથે 78 વર્ષિય યેદિરુપ્પા પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.

 

વિશ્વનાથે કહ્યું કે અમે યેદિરુપ્પાજીના નેતૃત્વ અને યોગદાનનું સન્માન કરે છીએ, પરંતુ હવે ઉંમર અને સ્વાસ્થ્યના કારણે તેમની અંદર તે જોશ નથી બચ્યો જે રાજ્યની સરકારને મજબૂત રીતે ચલાવવા માટે જરુરી હોય છે. તેમણે આગળ કહ્યું કે યેદિરુપ્પા સરકારના તમામ મંત્રીઓ નાખુશ છે. મોદીજી સતત એવું કહી રહ્યા છે કે વંશવાદી શાસન જોખમી છે, પરંતુ કર્ણાટકમાં જે ચાલી રહ્યું છે તે આ જ છે. કર્ણાટક ભાજપ મોદીજીની વાત ભુલી ગઇ છે. મેં તેમને જણાવી દીધું છે કે સરકાર વિશએ લોકોનો મત નેગેટિવ છે. તેમણે કહ્યું કે તમામ વિભાગોમાં તેમના જદીકરાની દખલ વધારે છે.

 

 

ઉલ્લેખનીય છે કે ભાજપના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી અરુણ સિંહે હાલમાં જ કહ્યું હતું કે યેદિરુપ્પા મુખ્યમંત્રી બની રહેશે. તેમણે કહ્યું કે તેઓ જલ્દી કર્ણાટકની મુલાકાત લેશે. જો કેટલાક ધારાસભ્યો નારાજ છએ, તો તેઓ પોતાની વાત રજુ કરી શકે છે. મહાસચિવે કહ્યું કે યેદીરુપ્પા ઘણું સારુ કામ કરી રહ્યા છે. જો કોઇ પણ ધારાસભ્યને નારાજગી હોય તો તેનો પાર્ટી ફોરમ પર વ્યક્ત કરવી જોઇએ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!