શિહોરી પોલીસે દુકાનમાં રેડ કરી 1.112 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

કાંકરેજ તાલુકામાં આવેલ શિહોરી પોલીસે મંગળવારે દુકાનમાં રેડ કરી 1.112 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જેમાં કુલ મુદ્દામાલ રૂ. 16,120નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે શિહોરી પોલીસે નાર્કોટીકસ લગત એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોરથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી શિહોરી પોલીસે મંગળવારે બાતમીના આધારે કાંકરેજ તાલુકાના શિહોરી બજારમાં થરા તરફના સર્વિસ રોડ અને શિહોરી ગામમાં આવવાના રસ્તાની ડાબી બાજુમાં આવેલ રાધા-કૃષ્ણ કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલ ચિરાગ ફ્લાવર ડેકોરેટર્સ દુકાનમાં દીલીપભાઇ વિરચંદભાઇ રામી (રહે. પાટણ) વાળાની દુકાનમાં શખ્સ ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.

 

 

 

 

જે બાતમીના આધારે ટીમ સાથે રેડ કરતાં દુકાનમાંથી ગાંજા 1.112 કિલોગ્રામ કિંમત રૂ. 11,120 મળી કુલ મુદ્દામાલ રૂ. 16,120 સાથે દીલીપભાઇ વિરચંદભાઇ રામી (રહે. પાટણ) વાળાની અટકાયત કરી હતી. આ અંગે શિહોરી પોલીસે નાર્કોટીકસ લગત એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!