કેલિફોર્નિયાનું ફોલસમ તળાવ (Folsom Lake) દુષ્કાળના કારણે ખુબ સુકાઈ ગયું છે. આ તળાવ એટલું સુકાઈ ગયું કે 56 વર્ષ પહેલા ગાયબ થયેલા વિમાનનો કાટમાળ તેમાંથી મળી આવ્યો.
અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યા એટલી વધી છે કે તળાવો સુકાવા લાગ્યા છે. કેલિફોર્નિયાનું ફોલસમ તળાવ (Folsom Lake) આના કારણે ખુબ સુકાઈ ગયું છે. આ તળાવ એટલું સુકાઈ ગયું કે 56 વર્ષ પહેલા ગાયબ થયેલા વિમાનનો કાટમાળ તેમાંથી મળી આવ્યો. જી હા હવે નિષ્ણાતોને નવી આશા મળી છે. દુષ્કાળના કારણે પ્લેન ગાયબ થયાનું રહસ્ય હવે હલ થઈ શકે છે.
વાત એમ છે કે ગયા અઠવાડિયે, અંડરવોટર સર્વે કંપની અહીં તેમના ઉપકરણોનું પરીક્ષણ કરી રહી હતી. આ દરમિયાન તેમને વિમાનનો કાટમાળ મળ્યો. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ સમાચાર મુજબ તપાસ બાદ જાણવા મળ્યું કે ત્યાના કર્મચારીઓને મળી આવેલી શંકાસ્પદ વસ્તુઓ ખરેખર વિમાનનો ભાગ છે. જે તળાવના સૌથી ઊંડા ભાગમાં હતો.
કંપનીના CEO જોશ ટેમ્પ્લિનએ કહ્યું, ‘આપણે અહીં ફ્યુઝલેજ જોઈ શકીએ છીએ, અમને અહીં પ્લેનની જમણી પાંખ પણ જોવા મળી છે. વિમાનનો પાછળનો ભાગ દેખાયો છે.’ તળાવના તળિયે ડૂબી ગયેલા વિમાનની તપાસ કરી રહેલા તકનીકી નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે આ ભાગો ગુમ થયેલા વિમાન જેવા જ છે. પરંતુ જે તસવીરો મળી છે તેમાં વિમાનનો નંબર કે કેબીનની અંદરની માહિતી મળી નથી.
વર્ષ પર 1965 માં બન્યો હતો બનાવ
આ કાટમાળ કયા વિમાનનું છે તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ સ્થાનિક મીડિયા માને છે કે તે Piper Comanche 250 વિમાન છે, જે 1965 માં નવા વર્ષના દિવસે ફોલસમ ડેમ નજીક ક્રેશ થયું હતું. આ વિમાન હવામાં ક્રેશ થયું હતું. આટલા વર્ષો બાદ પણ હજી સુધી માત્ર પાઇલટનો મૃતદેહ મળી આવ્યો છે. વિમાનમાં પાયલોટ સિવાય ત્રણ મુસાફરો હતા, જેની કંઇ ખબર પડી નથી.
દુષ્કાળને કારણે આશા વધી
આ દાયકાઓ જૂની ઘટનાને શોધી કાઢવામાં આવી છે કારણ કે ફોલસમ તળાવનું પાણી ઐતિહાસિક સ્તરે નીચે ગયું છે. આ તળાવ જે સામાન્ય રીતે સીએરા નેવાડાથી વહે છે, તેમાં બરફનું પાણી ખૂબ ઓછું છે. આ પહેલા પણ વિમાનને શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.
2014 માં પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા
જ્યારે 2014 માં કેલિફોર્નિયામાં દુષ્કાળ હતો ત્યારે ડાઇવિંગ ટીમો અને સોનાર બોટ દ્વારા ફોલસમ તળાવના તળિયે પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તળાવની નીચે ખૂબ કાદવ હતો, જેના કારણે વિમાન શોધવામાં ઘણી મુશ્કેલી પડી હતી. તે સમયે ક્રેશની માહિતી અંગે કોઈ સફળતા મળી ન હતી.
From –Banaskantha Update