બનાસકાંઠામાં બે અલગ-અલગ જગ્યાએથી વિદેશી દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા : 3 શખ્સો ફરાર

- Advertisement -
Share

લાખણી તાલુકાના ચિત્રોડા નજીકથી બુધવારે આગથળા પોલીસે બાતમીના આધારે માર્સલ ગાડીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આગથળા પોલીસે વિદેશી દારૂ અને બિયર તેમજ ગાડી સહીત રૂ. 3.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયો હતો. આ અંગે આગથળા પોલીસે દારૂની હેરાફેરી કરતાં રાજસ્થાનના 3 શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

 

 

જ્યારે અમીરગઢ બોર્ડર પર બુધવારે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતાં જ બાતમીના આધારે એક ટ્રકમાં કટ્ટાના આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં ટ્રક ચાલક અને ખલાસી સાથે રૂ. 15.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક સહીત કુલ રૂ. 25.70 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે ફરાર બે શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા સહીત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થઇ રહી છે. ત્યારે લાખણી તાલુકાના ચિત્રોડા નજીકથી બુધવારે આગથળા પોલીસે બાતમીના આધારે જીપ નં. GJ-18-AA-1393માં બેઠેલ રાજસ્થાનના સાંચોરના 2 શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા.

 

 

 

આગથળા પોલીસે વિદેશી દારૂ અને બિયર તેમજ ગાડી સહીત રૂ. 3.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 1 શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયો હતો. આ અંગે આગથળા પોલીસે દારૂની હેરાફેરી કરતાં રાજસ્થાનના 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

જ્યારે અમીરગઢ બોર્ડર પર બુધવારે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતાં જ બાતમીના આધારે એક ટ્રક નં. RJ-19-GB-5347માં કટ્ટાના આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં ટ્રક ચાલક અને ખલાસી સાથે રૂ. 15.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક સહીત કુલ રૂ. 25.70ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે ફરાર 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!