બનાસકાંઠાના કલેક્ટરે કોવિડ-19ના સંક્રમણને રોકવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

- Advertisement -
Share

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ને ડબ્લુ.એચ.ઓ. દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.29/04/2021 ના હુકમથી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સુચનાઓ આપવામાં આવેલ છે. રાજ્યમાં કોવિડ-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.02/06/2021 ના હુકમથી રાજ્યમાં કેટલાંક નિયંત્રણો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરતાં પુખ્ત વિચારણાને અંતે ગૃહ વિભાગના તા.02/06/2021 ના હુકમથી સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને કેટલાંક નિયંત્રણો સરકારના ગૃહ વિભાગના તા.09/06/2021ના હુકમથી તા.11/06/2021ના સવારના 6:00 કલાકથી તા.26/06/2021 ના સવારના 6:00 કલાક સુધીના સમયગાળા માટે અમલમાં મુકવામાં આવેલ છે. જે મુજબ બનાસકાંઠા જીલ્લા માટેના નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે.

 

 

બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ, (આઇ.એ.એસ.)-પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-14, ગુજરાત પોલીસ એકટની કલમ-43, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-34 તથા ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-2020 અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબા નિર્દેશોનું પાલન કરવા આથી ફરમાવ્યું છે.

(૧) જીમ 50 % ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ચાલુ રાખી શકશે.

(૨) જાહેર બાગ-બગીચાઓ સવારના 6:00 થી સાંજના 07:00 સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ખુલ્લા રાખી શકાશે.

(૩) લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટ પર નોંધણીની જાગવાઇ યથાવત રહે છે.

(૪) અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20વ્યક્તિઓની મંજૂરી રહેશે.

(૫) તમામ પ્રકારના રાજકીય, સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદામાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન યોજી શકાશે.

(૬) તમામ ધાર્મિકસ્થાનો જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને ખોલી શકાશે પરંતુ એક સાથે 50થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તે અંગે ખાસ કાળજી રાખવાની રહેશે.

(૭) આઇ.ઇ.એલ.ટી.એસ. તથા ટોઇફેઇલ જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે.

(૮) વાંચનાલયો 50% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ચાલુ રાખી શકાશે.

(૯) પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 60 % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

(૧૦) પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ/સ્પોર્ટ્‌સ સ્ટેડીયમ/સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે.

(૧૧) અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય) શૈક્ષણિક કાર્યક્રમો, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ,સેમ્બલી
હોલ, વોટર પાર્ક, મનોરંજક સ્થળો, સ્પા અને સ્વિમીંગ પુલ બંધ રહેશે.

(૧૨) અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે.

(૧૩) તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જીલ્લા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે.

સરકારી કામગીરી માટે જરૂરત હોય તે સેવા, પ્રવૃત્તિની કામગીરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને સરકારી ફરજ ઉપરના પોલીસ સહીતના તમામ કર્મચારી/અધિકારીઓને લાગુ પડશે નહી. આ જાહેરનામું તા.11/06/2021 થી તા.26/06/2021 જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જીલ્લા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!