ડીસાની ચકચારી C.A ની પત્નીની હત્યામાં સંડોવાયેલા પતિ સહીત 2 આરોપીઓની જામીન કોર્ટે ફંગોળી

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે લલિત ગણપતજી ટાંક વ્યવસાય ધરાવતા હતા. તેઓ પોતાની પત્નીને લાખણી તાલુકાના ગેળાના હનુમાનજીના મંદિરે દર્શને કરવાનું કહી ચાલતાં બંને પગપાળા નીકળ્યા હતા. પરંતુ લાખણી તાલુકાના કાતરવા ગામ નજીક સી.એ. સોપારી આપેલા બંને આરોપીઓએે પ્લાન મુજબ, સી.એ. ની પત્નીને પાછળથી ધડાકાભેર ગાડીથી ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

 

ફાઈલ ફોટો

 

 

જ્યારે ભીલડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. સી.એ. ની પત્નીની હત્યા કેસમાં જેલ ભોગવી રહેલા પતિ અને હત્યાને અંજામ આપનાર આરોપીએ દિયોદર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતાં કોર્ટે અરજી ફગાવી જામીન નામંજૂર કર્યા હતા. જ્યારે હત્યાનો મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર ફરી રહ્યો છે. પોલીસ હજુ સુધી મુખ્ય આરોપી સુધી ન પહોચતાં પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.

 

ફાઈલ ફોટો

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસામાં સી.એ. ની પત્નીની હત્યા કેસમાં જેલ ભોગવી રહેલા લલિત ગણપતજી ટાંક અને હત્યાને અંજામ આપનાર મહેશ વિરાજી માળીએ દિયોદર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતાં કોર્ટે અરજી ફગાવી જામીન નામંજૂર કર્યા હતા. ડીસાથી લાખણી તાલુકાના ગેળાના હનુમાનજીના મંદિરે દર્શન કરવા સી.એ. લલિત ગણપતજી ટાંક અને તેમની પત્ની દક્ષાબેન બંને જઇ રહ્યા હતા. તે દરમિયાન લાખણી તાલુકાના કાતરવા ગામ નજીક મહેશ વિરાજી માળીએ ગાડીને ટક્કર મારી દક્ષાબેનની હત્યા કરી નાખી હતી.

 

 

ફાઈલ ફોટો

 

જોકે, ભીલડી પોલીસે શરૂઆતમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે આ કેસની તપાસ ભીલડી પી.એસ.આઇ. આશાબેન શાહ ચલાવી રહ્યા હતા અને તપાસ દરમિયાન દક્ષાબેનની હત્યા થઇ હોવાના પૂરાવા કોલ ડીટેઇલના આધારે મળતાં પોલીસે સી.એ. લલિત ટાંકની પૂછપરછ હાથ ધરી હતી અને તેને સોપારી આપી હત્યા કરાઇ હોવાની કબૂલાત કરી હતી. જેમાં મહેશ વિરાજી માળીએ ગાડીથી ટક્કર મારી હોવાનું અને રાણપુરના કીર્તિ કાંનાજી સાંખલાએ સમગ્ર હત્યાને અંજામ આપવા માટે સોપારી લીધી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

 

ફાઈલ ફોટો

 

જેથી પોલીસે સી.એ. લલિત ગણપતજી ટાંકને જેલના સળીયા પાછળ ધકેલ્યો હતો. જ્યારે એક આરોપી મહેશ વિરાજી માળીની પણ થોડા દિવસો બાદ અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. જ્યારે સોપારી લઇ હત્યા કરાવનાર મુખ્ય સૂત્રધાર કીર્તિ કાંનાજી સાંખલા ફરાર છે. ત્યારે પોલીસે ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કર્યાં બાદ દિયોદર સેશન્સ કોર્ટમાં આરોપી લલિત ગણપતજી ટાંક અને મહેશ વિરાજી માળીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને ત્યારે આરોપીના વકીલ તરફથી દલીલો બાદ જામીન અરજી સામે વાંધો દક્ષાબેનના પિતા ઇશ્વરજી માળીએ વકીલ દિલીપ જે. ભાટીયા દ્વારા રજૂઆત કરાઇ હતી.

 

ફાઈલ ફોટો

 

જ્યારે સરકારી વકીલ ડી. વી. ઠાકોરે પોલીસે રજૂ કરેલ ચાર્જશીટના પૂરાવા જાઇ અને જસ્ટસ કે.એસ. હીરપરા સમક્ષ રજૂ કરી અને અકસ્માત સમયે 4:15 થી 8:00 વાગ્યા સુધી ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં હોવાનું કોલ રેકર્ડ કોર્ટ સમક્ષ ધ્યાને આવતાં કોર્ટે જે પૂરાવાઓ મહત્વના ઘણી અને સી.એ. લલિત ગણપતજી ટાંક અને મહેશ વિરાજી માળીના જામીન નામંજૂર કર્યાં હતા.

 

ફાઈલ ફોટો

 

જોકે, મૃતક દક્ષાબેનના પિતાએ કરેલી વાંધા અરજીમાં કોર્ટે માન્ય રાખી અને ન્યાય આપતાં ઇશ્વરજી માળીએ ન્યાય તંત્ર પર પૂરો ભરોસો હોવાનું જણાવી આગામી સમયમાં પણ પૂરો ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે દિયોદર સેશન્સ કોર્ટ જજ, સરકારી વકીલ અને તેમના અંગત વકીલનો આભાર વ્યક્ત કર્યો હતો.

હત્યાની સોપારી લઇને રૂપિયા લઇને પ્લાન ઘડનાર મુખ્ય આરોપી કીર્તિ કાંનાજી સાંખલા હજુ પોલીસ પકડથી દૂર છે. જોકે, પોલીસ હજુ સુધી આરોપી સુધી ન પહોચતાં પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. આરોપીને કોઇ પોલીસ અધિકારી છાવરતાં હોવાના કારણે પોલીસ પકડથી દૂર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

 

ફાઈલ ફોટો

 

હત્યાનો માસ્ટર માઇન્ડ કીર્તિ કાંનાજી સાંખલા ચાર્જશીટ બાદ જામીન અરજી મૂકી આગોતરા લેવાનો પ્લાન હતો. પરંતુ દિયોદર કોર્ટે બહુચર્ચિત કેસની નોંધ લઇને બંને આરોપીના જામીન નામંજૂર કરતાં હવે કીર્તિ સાંખલાને પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડે તેવી નોબત આવી છે.

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!