ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનાં ટ્વિટર હેન્ડલને કર્યું વેરિફાઇ, સંઘનાં અનેક નેતાઓના બ્લૂ ટિક હટાવ્યા

- Advertisement -
Share

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના  અંગત ટ્વિટર હેન્ડલ પરથી બ્લૂ ટિક હટાવી દીધી હતી પરંતુ થોડા સમયમાં ફરીથી વેરિફાઇ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિની કચેરીએ આ માહિતી આપી હતી. જોકે, સંઘનાં પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જૌશી, પૂર્વ સરકાર્યવાહ સુરેશ સોની અને સર કાર્યવાહ અરુણ કુમારનાં એકાઉન્ટને ટ્વિટરે અનવેરિફાઇડ કરી દીધા છે.

ખબર એ છે હતી કે, ઉપરાષ્ટ્રપતિના અંગત હેન્ડલમાંથી બ્લૂ ટિકને દૂર કરવાનું મોટું કારણ પ્લેટફોર્મ પરની તેમની નિષ્ક્રિયતા હતી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, ‘વેંકૈયા નાયડુનું વ્યક્તિગત અકાઉન્ટ 6 મહિનાથી નિષ્ક્રિય હતું અને હવે તેનું બ્લૂ ટિક હટાવી લેવાઇ છે.’ આ અંગે ભારતીય જનતા પાર્ટી મુંબઇના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વિટર પર એક અનેક સવાલો ઉઠાવ્યાં છે. તેમણે તેને ‘ભારતના બંધારણ પર હુમલો’ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે, નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ નવીનતમ મામલો વિવાદને વધુ વધારી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટરને ટાંકીને જણાવ્યું છે કે, કંપની કોઈપણ સમયે કોઈ સૂચના લીધા વિના ટ્વિટર એકાઉન્ટની બ્લૂ વેરિફાઇડ બેજ અને વેરિફાઇડ સ્ટેટસને દૂર કરી શકે છે. ટ્વિટર અનુસાર, બ્લૂ વેરિફાઇડ બેજ એટલે કે એકાઉન્ટ લોકોના હિતનું છે અને અસલી છે. ખાસ વાત એ છે કે, આ ટિક મેળવવા માટે, ટ્વિટર એકાઉન્ટ સક્રિય અને અસલ હોવું જોઈએ.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!