ડીસાનો ઓવરબ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રક્શનને ફરી એક નોટીસ : સાત દિવસમાં દંડ ભરવા હુકમ

- Advertisement -
Share

ડીસા હાઇવે ઉપર રૂ.200 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાના આરે છે. જા કે, અગાઉ ઓવરબ્રિજની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન રચના કન્સ્ટ્રક્શન દ્વારા કાટમાળ મંજૂરી વગર જ હવાઇ પિલ્લરમાં આવેલી સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો.

 

 

 

જા કે, આ મામલે જાગૃત નાગરીકે રજૂઆત કરતાં આજથી એક વર્ષ અગાઉ નાયબ કલેક્ટરે નેશનલ હાઇવે ઓર્થોરીટી અને ઓવરબ્રિજ બનાવતી કંપનીને સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ રૂ. 65,00,000 થી વધુનો દંડ ફટકાર્યો હતો. જા કે, એક વર્ષથી આ દંડની રકમ ન ભરતાં ગઇકાલે મામલતદારે વધુ એક નોટીસ ફટકારી સાત દિવસમાં દંડની રકમ ભરવા હુકમ કર્યો છે.

ડીસાના હાઇવે ઉપર રચના કન્સ્ટ્રકશન દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કંપની દ્વારા હવાઇ પિલ્લરની સરકારી જગ્યામાં કોઇપણ જાતની મંજૂરી વગર માટીના ઢગ અને રોડનું કાટમાળ નાખવામાં આવ્યું હતું. આ અંગે એક જાગૃત નાગરીકે આર.ટી.આઇ. કરી માહીતી માંગી હતી અને નાયબ કલેક્ટર અને જીલ્લા કલેક્ટરને ભાડુ વસૂલવા માટે રજૂઆત પણ કરી હતી.

 

 

જેથી આ અંગે ડીસાના નાયબ કલેક્ટર હીરેનભાઇ પટેલે નેશનલ હાઇવે ઓથોરીટીને સરકારી જગ્યા ૩૯૫ દિવસ ઉપયોગ કરવા બદલ ભાડું રૂ. 37,52,500 લોકલ ફંડ રૂ. 18,76,250 કેળવણી શેષ રૂ. 938125 મળી કુલ રૂ. 65,66,875 નો દંડ સાત દિવસમાં કસ્બા તલાટીને ભરી પાવતીઓ બતાવવા હુકમ કર્યો હતો. તો પણ આ વાતને એક વર્ષ વિતી ગયું હોવા છતાં પણ આજદીન સુધી દંડની રકમ ભરાઇ નથી.

 

 

જેથી નાયબ કલેક્ટર બાદ મામલતદારે પણ એક વર્ષ દરમિયાન અનેક નોટીસો આપી છે. તેમ છતાં પણ રચના કન્સ્ટ્રકશન અને હાઇવે ઓથોરીટી આ નોટીસોને ગોળીને પી ગયા છે. ત્યારે ગઇકાલે ડીસા શહેરના મામલતદાર લાલજીભાઇ મકવાણાએ રચના કન્સ્ટ્રકશને વધુ એક નોટીસ આપી દંડની રકમ સાત દિવસમાં ભરવા હુકમ કર્યો છે અને જા આ કંપની દ્વારા દંડની રકમ નહીં ભરવામાં આવે તો હવે આ અંગે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!