પાંજરાપોળ ગૌશાળા દ્વારા શરૂ થયેલ મુહિમને મળી સફળતા , મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત

- Advertisement -
Share

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતીને કારણે રાજ્યના અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલાપશુઓ માટે પશુદિઠ દૈનિક રૂ. 25 સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે.

 

 

 

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના આશરે 4.50 લાખ જેટલા પશુઓ માટે જૂન-જુલાઇ એમ બે મહિના સુધી પશુદિઠ રોજના રૂ. 25ની સહાય રાજ્ય સરકાર આપશે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને વરિષ્ઠ સચિવઓની ઉપસ્થિતીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

 

 

આ સહાય આપવાને પરિણામે રાજ્ય સરકાર અંદાજે રૂ.70 કરોડનો વધારાનો બોજ વહન કરશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન મુખ્યમંત્રીએ આવી રૂ. 25ની દૈનિક પશુ સહાય એપ્રિલ-2020 અને મે-2020 મહિનામાં પણ પાંજરાપોળ ગૌશાળાઓ માટે જાહેર કરેલી હતી અને જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તે ગૌશાળા-પાંજરાપોળને પહોચાડવામાં આવી હતી.

 

 

 

 

મુખ્યમંત્રીએ પશુઓ-અબોલ જીવોને ઘાસચારો મળી રહે તે માટેની સંવેદના દર્શાવી આ સહાય આ વર્ષે જૂન-2021 અને જુલાઇ-2021 એમ બે મહિના માટે આપવાનો નિર્ણય કર્યો છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!