ડીસામાં પીકઅપ ડાલામાં ક્રૃરતાપુર્વક ભેંસો બાંધીને લઇ જતા 3 ઇસમો ઝડપાયા

- Advertisement -
Share

ડીસા તાલુકાના ગામ નજીકથી પીકઅપ ડાલામાં ક્રુરતા પુર્વક ભેંસો ભરીને જતાં ત્રણ ઇસમ ઝડપાયા છે. સ્થાનિક વેપારી મિત્રો સાથે પસાર થઇ રહ્યા હોઇ એક પીકઅપ ડાલુ આવતાં તેને રોક્યુ હતુ. જેમાં તપાસ કરતાં બે ભેંસો ખીચોખીચ અને મરણતોલ હાલતમાં બાંધેલી હતી. જેથી ભેંસો ભરવા બાબતેનું પાસ-પરમીટ માંગતાં પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી વેપારીએ ત્રણેયને ડીસા રૂરલ પોલીસ મથકે લઇ જઇ તમામ સામે ગુનો રજીસ્ટર કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ગોઢથી વાસડા ગામના રસ્તે ભેંસો ભરેલું ડાલુ ઝડપાયુ છે. દાંતીવાડાના હિમાલયભાઇ માલોસણીયા પોતાના મિત્રો સાથે ગોઢથી વાસડા તરફ જતાં હતા. આ દરમ્યાન એક પીકઅપ ડાલું પુરઝડપે જતું હોઇ તેને રોકાવી તલાશી લેતાં બે ભેંસો મરણતોલ હાલતમાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ સાથે તેમની પાસે ભેંસો ભરવાનું પાસ-પરમીટ પણ ન હોઇ તેઓ ભેંસોને કતલખાને લઇ જતાં હોવાની શંકા આધારે ત્રણેયને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

 

 

 

 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડીસા પંથકમાંથી ફરી એકવાર ડાલામાંથી ખીચોખીચ હાલતમાં ભેંસોને લઇ જવાની ઘટના સામે આવી છે. ગઇકાલે બપોરે સ્થાનિક વેપારીએ પાસ-પરમીટ વગર ભેંસોને ક્રુરતાપુર્વક બાંધીને લઇ જતાં ત્રણ ઇસમોને કુલ 1,06,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સ્થળ પરથી બાબુભાઇ સવાભાઇ મીર, આરીફભાઇ સોનાભાઇ મીર (બંને રહે.મુના, તા.સરસ્વતી) અને ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ બલોચ (ડીસા)ને ઝડપી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. વેપારીએ ત્રણેય સામે ડીસા રૂરલ પોલીસ મથકે આઇપીસી 279, મોટર વાહન અધિનિયમ 184, 177 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(d), 11(1)(e), 11(1)(h), 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!