વડગામના પરખડી ગામે દેવી પુજક સમાજની શિક્ષણની જયોત : ઘર ઘરના પરીવારમાં એક કર્મચારી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં વસતા દેવી પુજક સમાજમાં વડગામ તાલુકાના પરખડી ગામે અંદાજે 50થી વધુ ઘરની વસ્તી ધરાવતા દેવી પુજક સમાજના ભાઈઓ અને બહેનો ભણતરમાં અને સરકારી નોકરીઓ મેળવવામાં મોખરે હોય ત્યારે 10 નિવૃત વડીલો નિવૃત થઇ નિવૃત્તિ જીવન ગુજારી રહ્યા છે જયારે 40 દેવી પુજકના ભાઈઓ શિક્ષક તેમજ અન્ય સરકારી વિભાગોમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ત્યારે પરખડી ગામના દેવી પુજક સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લાનું તેમજ વડગામ તાલુકાનું શિક્ષણ શ્રેત્રે નામ રોશન કર્યું છે ત્યારે પરખડી ગામના નિવૃત શિક્ષક અને વડીલએ જણાવેલ કે “અમારા ગામ પરખડીના દેવી પુજક સમાજના વડીલ અને સૌ પ્રથમ શિક્ષક તરીકે નોકરી કરતા.

અને અમારા પરખડી ગામના શિક્ષણ પ્રહરી કાળુભાઈના માર્ગ દર્શન હેઠળ અમારા દેવી પુજક ભાઈઓએ શિક્ષણ પ્રત્યે જાગૃતતા દાખવતા અમારા પરખડી ગામના દેવી પુજક સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા શિક્ષણ સાથે શિક્ષત થઈને આજે વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા અને વડગામ તાલુકામાં સૌથી વધુ સરકારી વિભાગોમાં જો નોકરીયાત હોય તો પરખડી ગામના દેવી પુજક સૌ પ્રથમ આવે તે વડગામ તાલુકા માટે એક ગૌરવની વાત છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે “જયારે જિલ્લામાં કે તાલુકામાં દેવી પુજક સમાજ જે નાના મોટા ધંધા રોજગાર મેળવીને ગુજરાન ચલાવતા સમાજના ભાઈઓને વિનંતી કે સામાજિક સમરસતા અને સુખાકારી માટે શિક્ષણ જ જરૂરી છે તો આપના બાળકોને ભણાવશો તેજ સમાજનો વિકાસ છે.

તો જે પરખડી ગામના દેવી પુજક સમાજ દ્વારા જે સૌ નો સાથ સૌ વિકાસના મંત્રને લઈને આજે એક એક ઘર ઘરના પરીવારમાં નોકરીયાત હોય તે એક ગૌરવ સમાન છે અને સૌ પ્રથમ પોતાના પરખડી દેવી પુજક સમાજમાં શિક્ષણની ઈડ મુકનાર શિક્ષણ પ્રહરી કાળુભાઈ જેવા વડીલ આગેવાનને લાખ લાખ વંદન કે પરખડી ગામના દેવી પુજક સમાજના ભાઈઓ અને બહેનોને જે ભણતરની ભેટ આપી અને આજે પરખડી ગામનો દેવી પુજક સમાજના વડીલોના આર્શીવચનથી શિક્ષણની ભેટ આપીને આજે વટ વૃક્ષ જેમ શિક્ષણની જયોત જલાવી રહ્યા છે તે કાબિલે તારીફ છે.”

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!