ડીસામાં તસ્કરોએ 2 મકાનમાંથી 10 હજાર રોકડા અને મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર

- Advertisement -
Share

ડીસા પંથકમાં વાહન ઉઠાંતરી ઘરફોડ ચોરી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ શહેરની ગૌરી સદન સોસાયટીમાં રાત્રે અજાણ્યા તસ્કરોએ 2 મકાનોમાંથી રોકડ રકમ અને 5 મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

ડીસાની ગૌરી સદન સોસાયટીમાં રહેતા સંજય નટવરભાઈ દેવીપુજક શાકભાજીનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગતરોજ તેઓ રાત્રે બે વાગ્યા સુધી કેરીના બોક્સ પેક કર્યા બાદ ઘરના દરવાજા ખુલ્લા મુકી સુઈ ગયા હતા. સવારે જાગ્યા તો તેમના ઘરમાંથી બે મોબાઈલ ફોન અને પાંચ હજાર રૂપિયા રોકડા ગાયબ હતા અને તેમની બાજુમાં રહેતા રોશનભાઈના ઘરમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

 

ત્યાંથી તસ્કરો ત્રણ મોબાઈલ ફોન અને પેન્ટના ખીસામાંથી 5 હજાર રૂપિયા રોકડા આમ બન્ને મકાનમાં થઈ 10 હજાર રોકડા અને 5 હજારના મોબાઈલ મળી કુલ 15 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!