દિયોદરમાં એલ.સી.બી.પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો, એક ફરાર

- Advertisement -
Share

દિયોદર તાલુકાના સરદારપુરા ગામે એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીના આધારે ખાનગી રાહે રેઇડ કરી હતી. તે દરમિયાન વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. જયારે એક શખ્સને ઝડપી પાડયો હતો તેમજ એક શખ્સ ફરાર થઇ ગયો હતો.

 

 

 

 

એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ 255 મળી કુલ રુ. 28, 920નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે એલ.સી.બી.પોલીસે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના સરદારપુરા ગામે એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ખાનગી રાહે રેડ કરતાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ 255 મળી કુલ રુ. 28, 920નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

જયારે ચેનાજી જગસીજી ઠાકોર (રહે. સરદારપુરા) વાળાને ઝડપી પાડયો હતો તેમજ જોગાજી બાબુજી ઠાકોર (રહે. સરદારપુરા) ફરાર થઇ ગયો હતો. આ અંગે એલ.સી.બી. પોલીસે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે ફરાર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!