ડીસા ટ્રાફીકના પોલીસકર્મી પર અમીરગઢમાં 4 લોકો દ્વારા ધારિયા – પાઈપ વડે જીવલેણ હુમલો કરતા ચકચાર

- Advertisement -
Share

અમીરગઢ તાલુકાના આવલ ગામમાં ડીસા ટ્રાફીકના પોલીસ કર્મી પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી. જેમાં ડીસા ટ્રાફીકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ રસ્તા વચ્ચે ઉભા રહેલા શખ્સોને સાઈડમાં ખસેડતા ત્યારે અચાનક 4 બુટલેગરોએ ઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે અમીરગઢ પોલીસે હુમલાખોર 4 બુટલેગરો સામે ગુનો નોધ્યો છે.

 

 

 

 

અમીરગઢ તાલુકાના આવલ ગામે રહેતા ગોવિંદસિંહ ડાભી ડીસા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે, જેઓ ગઇકાલે મોડી સાંજે તેમના પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ લોકો સ્વિફ્ટ કાર લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે આવલઘુમટી પાસે રસ્તામાં આવતી બનાસ નદીના પટમાં ચાર શખ્સો રોડ વચ્ચોવચ બાઈક લઈને ઉભા હતા. ગોવિંદસિંહે રસ્તા વચ્ચે ઉભેલા બાઇક ચાલકોને સાઈડમાં ખસી જવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

 

 

 

 

જોકે તે સમયે સામાન્ય બોલાચાલી બાદ મામલો થાળે પડતા ગોવિંદસિંહ ડાભી ગાડી લઈને પોતાના ગામમાં પહોંચ્યા, જ્યાં આ ચારેય શખ્સોએ તેમની ગાડીને આંતરીને ઊભી રાખી હતી અને ગોવિંદસિંહ ડાભી ગાડીમાંથી બહાર ઉતરતા જ ચારેય શખ્સોએ ધારીયા અને લોખંડની પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

 

 

 

 

જીવલેણ હુમલો કરતાં ગોવિંદસિંહ ડાભીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે તેમના સગાસંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોર શખ્સો ત્યાંથી નાસી ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત ગોવિંદસિંહને સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

 

 

 

આ અંગે અમીરગઢ પોલીસે હુમલો કરનાર 1. ખુમસિંહ હજૂરસિંહ ડાભી, 2. મહેશ્વરસિંહ રંગતસિંહ ડાભી, 3. મહાવીરસિંહ વાદળસિંહ ડાભી, 4. વિનોદસિંહ કંચુસિંહ ડાભી, આ ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!