ગઢમાં પરણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઇસમે વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના ગામે ઇસમે પરીણિતાને ધમકાવી અશ્લીલ ફોટા પાડી તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ પરીણિતા એકલી હોઇ ગામનો ઇસમ ત્યાં પહોંચી જઇ પરીણિતાને ધમકાવીને તેના અશ્લીલ ફોટા પાડ્યા. આ સાથે ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ તરફ ગત દિવસોએ ફરી એકવાર ઇસમે દુષ્કર્મનો પ્રયાસ કરતાં પરીણિતાને ના પાડતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ તેને માર માર્યો હતો. સમગ્ર મામલે પરીણિતાએ ઇસમ સામે ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

 

 

 

 

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એક ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની પરીણિતા છએક માસ અગાઉ પોતાના ખેતરે બનાવેલા રહેણાંક ઘરે એકલી હતી. આ દરમ્યાન ગામનો જશવંતજી ઉર્ફે ટીકો પ્રવિણજી ઠાકોર(મુવાતર) ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં ઇસમે પરીણિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેના અશ્લીલ ફોટા પાડી બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે અવાર-નવાર આ ઇસમ પરીણિતાને ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હતો.

 

 

 

 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે ગામનો જ ઇસમ ફરી એકવાર પરીણિતાને એકલી જોઇ તેને રોકી બળજબરી કરવાની કોશિષ કરી હતી. જોકે પરીણિતા તેના તાબે નહીં થતાં ઇસમે પ્લાસ્ટીકની પાઇપ વડે પરીણિતાને પીઠના ભાગે માર માર્યો હતો. આ સાથે દાતરડું લઇ પરીણિતાને જમણા કાન પર મારતાં બૂમાબૂમ થતાં તેમનો પતિ આવી ગયો હતો. જેથી ઇસમ નાસી છુટ્યો હોઇ પરીણિતાને લોહી આવતાં દવાખાને ખસેડાઇ હતી. સમગ્ર મામલે પરીણિતાએ ઇસમ સામે ગઢ પોલીસ મથકે આઇપીસી કલમ 376(2)(n), 324, 323, 294(b), 506(2) મુજબ ફરીયાદ નોંધાવી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!