પાલનપુર શહેરમાં એક મહિના બાદ બજારો ફરી ખુલતા લોકો ખરીદી કરવા ઉમટ્યા

- Advertisement -
Share

પાલનપુર શહેરમાં કોરોનાનુ સંક્રમણ વધતાં પહેલા વેપારીઓ દ્રારા સ્વૈચ્છીક લોકડાઉન કર્યા બાદ સરકર દ્રારા પણ મિનિ લોકડાઉન જાહેર કરતા છેલ્લા એક માસથી આવશ્યકચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ બજારો બંધ હતા ત્યારે હવે કોરોનાનુ સંક્રમણ ઘટતા સરકાર દ્રારાઆજે શુક્રવારથી સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી બજારો ખોલવા માટેની છુટ આપી.

 

 

Advt

 

 

ત્યારે આજે શુક્રવારે પાલનપુરની બજારમાં એક માસ બાદ ફરી ધંધા રોજગાર ધમધમતા થયા હતા અને લોકો ખરીદી કરતા નજરે પડ્યા હતા બપોરના 3 વાગ્યા બાદ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે બજારો ખુલતા પાલનપુરના વેપારીએ જણાવ્યુ હતુ કે છેલ્લા એક માસથી કોરોનાના કારણે અમારા ધંધા રોજગાર બંધ હતા ત્યારે નાના વેપારીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી હતી.

પરંતુ સરકર દ્રારા મહત્વપુર્ણ નિર્ણય લઈ આજથી દુકાનો ખોલવાની છુટ આપતા અમો વેપારીઓને મોટી રાહત થઈ છે આમ આજે પાલનપુરના બજારો ફરી ધમધમતા થયા છે અને લોકો ખરીદી કરતા પણ નજરે પડ્યા હતા.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!