બનાસકાંઠામાં વેપારીઓ હવે લોકડાઉનથી થયા પરેશાન : વેપારીઓએ ધંધા ચાલુ કરવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

કોરોના સંક્રમણ કરતા હવે વેપારી અને સ્થાનિક લોકો લોકડાઉનની માર્ગદર્શિકા હળવી થાય અને વેપાર ધંધા રોજગાર શરૂ થાય તે માટેની માંગ કરી રહ્યા છે. જિલ્લામાં કોરોના કેસની વાત કરવામાં આવે તો અગાઉની સંખ્યામાં કેસમાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે. જેથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ કરવા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

 

 

 

 

રાજ્ય સહિત બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા એક માસથી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતા બજારો બંધ છે. જેના કારણે મોટાભાગના વેપારીઓ ધંધા-રોજગારથી અળગા છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેર થતાં આંકડા અને હોસ્પિટલની સ્થિતિ પરથી પણ જાણી શકાય છે કે હવે કોરોના સંક્રમણ ઘટયું છે. તેના કારણે વેપારીઓ સરકાર પાસે ધંધા રોજગાર ફરી કાર્યરત થાય તે માટેની માંગ કરી રહ્યા છે.

 

 

 

 

છેલ્લા એક માસથી ધંધા-રોજગાર બંધ હોવાથી વેપારીઓને લોનના હપ્તાથી લઈ કર્મચારીઓના પગાર સુધી કરવામાં મુશ્કેલી બની છે. અત્યારે વેપારીઓની માંગણી છે કે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે તો સરકાર વેપારીઓને વેપાર કરવાની પણ પરવાનગી આપે. તે માંગને લઈને આજે ડીસાના વેપારીઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

 

 

 

 

બીજી તરફ કોરોના સંક્રમણના આંકડાની વાત કરવામાં આવે તો જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણના બે આંકડામાં આવી ગયા છે. અગાઉ 250થી 300 જેટલા દર્દીઓ કોરોના પોઝીટીવ આવતા હતાં. જે ઘટીને હવે 90થી 70 સુધી આવતા થયા છે. જીલ્લા આરોગ્ય અધિકારી પણ કોરોનાનું સંક્રમણ ઘટતાં હોવાની વાત સ્વીકારી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!