test

ડીસા નાયબ કલેકટરને મ્યુકોરમાઇક્રોસિસ મામલે આમ આદમી પાર્ટીનું આવેદનપત્ર

- Advertisement -
Share

બનાસકાંઠામાં કોરોના મહામારીથી આંશિક રાહત થઇ છે ત્યારે બીજી તરફ મ્યુકોરમાઇક્રોસિસ રોગે માથું ઉચકતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે ત્યારે બીજી તરફ આ રોગના સારવાર માટે ઉકાળો કે ઇન્જેક્શન પણ ભારે અછત હોવાના કારણે દર્દીઓને ઉત્તર ગુજરાતમાં ક્યાંય સારવાર ન મળતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

 

 

છેલ્લા અઠવાડિયાથી કોરોનાવાયરસના કેસોમાં સામાન્યતઃ ઘટાડો થયો છે જોકે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવાની સાથે સાથે હવે મ્યુકોરમાઇક્રોસિસ નામના રોગે આરોગ્ય વિભાગ અને તબીબી આલમને ચિંતાતુર બની ગયું છે, મોટાભાગે કોરોના સંક્રમિત થઈને સાજા થઇ ગયેલા દર્દીઓમાં આ પ્રકારનો રોગ જોવા મળે છે.

 

 

 

 

ત્યારે આજે મ્યુકોરમાઇક્રોસિસ મામલે આમ આદમી પાર્ટીએ ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇક્રોસીસના વધતા જતા કેસ મામલે આપ્યું આવેદનપત્ર. એક બાજુ જયારે મ્યુકોરમાઇક્રોસીસ રોગના કેસ વધી રહ્યા છે ત્યારે મ્યુકોરમાઇક્રોસીસના ઈન્જેક્શનની અછત ઉભી થઇ છે તેને દુર કરવા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી માંગણી કરી.

 

 

 

 

બનાસકાંઠામાં નથી મળતા મ્યુકોરમાઇક્રોસીસમાં ઉપયોગી એમફોટેરેસીન બી ઇન્જેક્શન. અને તેની અછત સર્જાઈ છે. સરકારી હોસ્પિટલમાં નથી થતી મ્યુકોરમાઇક્રોસીસ દર્દીઓને સારવાર જેથી તાત્કાલિક ધોરણે ઈન્જેક્શન પુરા પાડવા આવેદનપત્રમાં માંગણી કરાઈ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!