તૌક્તે વાવાઝોડાની અસર રાજ્ય પર વર્તાઈ : 221 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ

- Advertisement -
Share

ગુજરાતના માથે તૌક્તે વાવાઝોડા (Tauktae cyclone)નો ખતરો મંડાયો છે. જેના પગલે તંત્ર કોઈ જાનહાની ન થાય તે માટે કામ લાગી ગયું છે. બીજી તરફ તોકતેની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. સોમવારે સવારની છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 6 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બીજી તરફ ટાઉતેના પગલે જાનહાની ન થાય તે માટે રાજ્યના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયું છે.

 

 

 

 

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજયમાં પ્રવર્તી રહેલા વાવાઝોડાના ખાતરા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબદ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવી રહી છે.

 

 

 

 

જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સ્થળાંતરની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને સોમવારે સવારે પાંચ વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે.

 

 

 

 

વાવાઝોડાની અસરને પરિણામે રાજયમા વરસાદી માહોલ સર્જાયો છે. રાજયમાં તા .16/05 /2021ના સવારના 6:00 કલાકથી 17/05/2021ના સવારના 6:00 કલાક સુધીમાં 21 જિલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી 6 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. વાવાઝોડાથી થયેલ નુકસાનને પહોંચી વળવા માટે રાજય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગનીની ટીમો તૈનાત કરી દેવાઈ છે, જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.

 

 

 

 

 

અસરગ્રસ્ત જિલ્લાઓમાં ભારે પવન કે અન્ય કારણોસર વીજ પુરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે જે 24 કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગરી માટે 319 મહેસૂલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડિપ્લોય કરવામાં આવી છે.

 

 

 

 

રાહત અને બચાવ માટે NDRF 41 ટીમો સંબંધિત જિલ્લોના મેનેજમેન્ટ માટે સામેલ કરી દેવાઈ છે. જ્યારે SDRFની 10 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડાના પરિણામે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે રાજયમાં કુલ 456 ડીવોટરિંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે, જે જરૂરિયાત મુજબ પહોચાડાશે.

 

 

 

 

 

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 2126 હોર્ડિંગ્સ શહેરી વિસ્તારમાં તથા 646 હોર્ડિંગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. નુકસાન થઈ શકે તેવા 668 હંગામી સ્ટકચર પણ દૂર કરાયા છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને આ વિસ્તારના નાગરિકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!