ડીસા તાલુકાના બુરાલ ગામે રહેતા ગણેશભાઇના ગોડાઉન નજીકથી તેમના બાઇકની કોઇ અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી જતાં ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.
આ અંગેની વિગત જોઇએ તો, જીલ્લામાં વાહન ઉઠાંતરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જ્યારે ડીસા તાલુકાના બુરાલ ગામે રહેતાં ગણેશભાઇ ચહેરાભાઇ પટેલ તેમના ગોડાઉન ઉપર કામ અર્થે ગયા હતાં અને તેમનું માલીકીનું બાઇક તેમને ગોડાઉન બહાર પાર્ક કરેલ હતું.
જ્યારે કામ પતાવી બહાર આવી જોતાં તેમનું બાઇક પાર્ક કરેલ જગ્યા ઉપર મળી આવેલ નહિં. જેથી આજુબાજુ તપાસ કરતાં તેમનું બાઇક મળી ન આવતાં અજાણ્યા ઇસમ બાઇકની ઉઠાંતરી કરી ગયો હોવા અંગેની ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update