દુનિયાભરમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. કેટલાક દેશોમાં લોકડાઉન લાગ્યું છે તો કેટલાક દેશોમાં ધીરે ધીરે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને સ્પેનમાં જેવી જ રાત્રિ લોકડાઉન સમાપ્તિની જાહેરાત કરવામાં આવી, કે ત્યાં સેલિબ્રેશન શરૂ થઈ ગયું.
લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા. ધ સનના એક રિપોર્ટ મુજબ સ્પેનમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે ઓક્ટોબરથી ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
આ પ્રતિબંધોને ગત દિવસોમાં હટાવી લેવામાં આવ્યા છે. ઘણા મહિનાઓ બાદ લોકડાઉન સમાપ્ત થવાની જાહેરાત બાદ લોકો સેલિબ્રેશનના મૂડમાં આવી ગયા અને ખૂબ સેલિબ્રેશન શરૂ થઈ ગયું.
રિપોર્ટ્સ મુજબ મેડ્રિડમાં પોલીસને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. પોલીસે આ લોકોને સેન્ટ્રલ સ્ક્વેયર બહાર કરવા પડ્યા જે માસ્ક વિના જ સેલિબ્રેશન કરી રહ્યા હતા. એટલું જ નહીં પ્રતિબંધોમાં છૂટ મળ્યા બાદ હજારો કપલ બાર્સિલોનાના મુખ્ય ચોક અને સમુદ્ર કિનારે એકત્ર થઈ ગયા.
આ બધા વચ્ચે આ સેલિબ્રેશનની એક તસવીર ખૂબ વાયરલ થઈ, જેમાં એક કપલ એકબીજાને કિસ કરતા નજરે પડી રહ્યા છે. રિપોર્ટ મુજબ સ્પેનના બે મોટા શહેરો બાર્સિલોના અને મેડ્રિડમાં યુવાનોએ ખૂબ પાર્ટી કરી છે.
મેડ્રિડમાં લોકોએ કલાકો સુધી માસ્ક પહેર્યા વિના ડાન્સ કર્યો. બાર્સિલોનામાં ઘણા લોકો લાંબા લોકડાઉનના અંતમાં સેલિબ્રેશન કરવા માટે અરધી રાત બાદ સમુદ્ર કિનારા તરફ જઇ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પાર્ટી કરનારા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.
આ દરમિયાન હોટલમાં કામ કરનારા કર્મચારી પણ ખૂબ ખુશ નજરે પડ્યા. હવે તેઓ હોટલ રાતે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે, જોકે અત્યારે પ્રતિ ટેબલ પર 4 લોકોની સીમા નક્કી થઈ છે, પરંતુ એ છતા પણ હોટલ રેસ્ટોરેન્ટમાં ખૂબ પાર્ટી કરવામાં આવી. જોકે રિપોર્ટ મુજબ કેટલાક વિશેષજ્ઞોએ ચેતવણી પણ આપી છે કે આ મહામારીને હલકામાં લેવી ભારે પડી શકે છે, કેમ કે તે હજુ પૂરી થઈ નથી. હજુ પણ ઘણા સંક્રમિત લોકો છે, જે વાયરસ ફેલાવી શકે છે. વધારે સંપર્કમાં આવનારા લોકો વધારે સંક્રમણનું કારણ બની શકે છે એટલે સતર્ક રહેવું જરૂરી છે.
પાર્ટી જોતા સ્પેન સરકારે પણ સાવધાની રાખવાનો આગ્રહ કર્યો છે. મેડ્રિડના મેયરે કહ્યું કે સ્વતંત્રતાનો એ અર્થ નથી કે રોડ પર દારૂની પાર્ટી કરવામાં આવે. તો દેશના નાયબ વડાપ્રધાન કારમેન કેલ્વોએ કહ્યું કે મહામારી હજુ સમાપ્ત થઈ નથી. નવા નિયમો મુજબ સ્પેનના લોકો હવે એક બીજા પ્રદેશોમાં મુસાફરી કરી શકે છે, અત્યાર સુધી તેની મંજૂરી નહોતી. જોકે કેટલાક પ્રદેશોમાં અત્યારે પણ કેટલાક પ્રતિબંધ લાગુ છે.
ચાર પ્રદેશો, બેલિએરિક દ્વીપ સમૂહ, કેનરી દ્વીપ સમૂહ, નવરા અને વાલેન્સિયામાં અત્યારે પણ કર્ફ્યૂ લાગ્યું છે. વાલેન્સિયામાં તો સ્થાનિક પ્રશાસને અત્યારે પણ રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની મંજૂરી આપી છે. રિપોર્ટ મુજબ સ્પેનમાં કોરોનાથી લગભગ 79 હજાર લોકોના મોત થયા છે.
From – Banaskantha Update