ગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પી.આઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પી.આઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પી લીધું હોવાની માહિતી મળી છે.
સેનિટાઈઝર પી લેતા તેઓને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે પી.આઇ પોલીસને તપાસમાં યોગ્ય સહકાર આપી રહ્યા નથી. ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, તેઓ હની ટ્રેપ ગેંગને મદદ કરતા હતા.
સમગ્ર કેસ જોઈએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતા અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરી હીતી. આ લોકોની પૂછપરછમાં ગીતા પઠાનનું નામ ખુલ્યું હતું.
આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર કે જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત છે. આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.
ઘટનાની વાત કરીએ તો, ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં શામેલ અન્ય યુવતી જ્હાનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.
આ સમગ્ર ઘટના બાદ જે તે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા. વેપારીઓને કહેતા હતા કે આમાં પોસ્કો અને બળાત્કારનો કેસ દાખલ થશે. આવું કહીને રૂપિયા ખંખેરી લેતા હતા.
From – Banaskantha Update