મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે શનિવારે બનાસકાંઠાની રૂબરૂ મુલાકાતે આવશે

- Advertisement -
Share

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પાલનપુર અને ભાવનગર ખાતે કોરોનાની સ્થિતિના આકલન અને સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને રાજયના વરિષ્ઠ સચિવોના કોર ગ્રુપ સાથે રાજયના વિવિધ જિલ્લા અને શહેરોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા અને સ્થાનિક વહીવટી તંત્રના માર્ગદર્શન માટે પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરૂ કરેલો છે.

 

 

 

 

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને કોર ગ્રુપ આવતીકાલે તા.15 મે 2021ના રોજ સવારે પાલનપુર બનાસકાંઠાની અને રવિવારે 16મી મેં એ સવારે ભાવનગરની મુલાકાત લેવાના છે.

 

 

 

 

મુખ્યમંત્રી આ મુલાકાત અંર્તગત શનિવારે સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બનાસકાંઠા જિલ્લાની તેમજ તારીખ 16મી મેં રવિવારે સવારે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ભાવનગર શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનું આકલન કરીને આ બંને જિલ્લાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

 

 

 

 

 

મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવી પણ આ બેય સ્થળોએ મુખ્યમંત્રી સાથે મુલાકાતમાં જોડાશે.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપ દ્વારા વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી સ્થાનિક પરિસ્થિતિ મુજબ જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવામાં આવે છે.

 

 

 

 

મુખ્યમંત્રી અને કોર ગ્રુપના વરિષ્ઠ સભ્યોએ અગાઉ મોરબી, રાજકોટ,પાટણ, જામનગર,કચ્છ, જૂનાગઢ અને દાહોદ વગેરે જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરેલા છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!