અમીરઞઢ પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને દાંતા તાલુકાના ખેરોની ઉમરી ગામની ભાખરીઓમાંથી પેરોલ ફલૅો સ્કોડ બનાસકાંઠાએ ઝડપી પાડ્યો.

નાસતા-ફરતા આરોપીને ઝડપવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્રારા અલગ અલગ ટીમો બનાવી હાથ ધરેલ પ્રક્રિયામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમી મળેલ
તે આધારે અમીરગઢ ગુ.ર.નં 882/2020 ઇ.પી.સી કલામ 392, 506(2), 114 વિગેરે મુજબના ગુનાનો એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી રમેશભાઈ ભોજાભાઇ કોદરવીને દાંતાના ખેરોની ઉંબરી ગામની ભાખરીઓમાંથી પોલીસે આજે તા.10/05/2021ના રોજ પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે અમીરગઢ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો.
From – Banaskantha Update