હાથરસમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યા બાદ તેને ન્યાય મળે તે માટે દિવસ ભરમાં કેન્ડલ માર્ચ સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા. જોકે આ સમાચાર જોયા બાદ એક આઠ વર્ષની દીકરીએ કરાટે ફાઉન્ડર જયેશને સવાલ કર્યો કે સર મહિલાઓ સાથે આવું ક્યાં સુધી થશે બનાસકાંઠાની દીકરીઓ કરાટે શીખી સ્વ.નિર્ભર ના બની શકેના સવાલે જયેશનું હિર્દય હચમચાવ્યું.
કરાટે પરિવારે છોકરીઓને સ્વ. નિર્ભર બનાવવા બનાસકાંઠા જિલ્લાના શહેર અને ગામડાઓની 650 છોકરીઓને સ્વ. નિર્ભર બનાવવા નિઃશુલ્ક કરાટે તાલીમ આપી અને આ કરાટે તાલીમયજ્ઞ ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી.
આમ તો બનાસકાંઠા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે પછાત ગણવામાં આવે છે. પરંતુ એક આઠ વર્ષની બાળકીના સવાલે એક કરાટે પરિવારમાં પરિવર્તનની લહેર પ્રગટાવીને નવા સેવાયજ્ઞની શરૂઆત કરાવી. વાત છે પાલનપુરમાં કરાટે પરિવારની આ ટ્રસ્ટ નિહોત શોટોકાન કરાટે એસો.ઇન્ડિયા બ્રાન્ચ સાથે જોડાયેલું છે.
છેલ્લા 15 વર્ષથી કામ કરતા કરાટે પરિવારે 145થી વધુ બ્લેક બેલ્ટ વિધાર્થીઓ તૈયાર કર્યા છે. ખેલમહાકુંભમાં સ્ટેટ લેવલ સુધી 26 જેટલા મેડલો મેળવ્યા છે. ત્યારે પાલનપુર ખાતે નોર્થ ઝોન ગુજરાત ચીફ કોચ એક્ઝામીનર અને કરાટે પરિવાર ફાઉન્ડર જયેશ પ્રજાપતિ કરાટે શીખવાડી રહ્યા હતા ત્યારે આઠ વર્ષની બાળકીએ સવાલ કર્યો કે હાથરસની જેવી ઘટના આગામી સમયમાં ના સર્જાય અને આ વિસ્તારની મહિલાઓ તથા છોકરીઓ આત્મનિર્ભર બને તેના માટે આપડે શું કરી શકીએ..?
આ સવાલ બાદ જયેશ પ્રજાપતિ અને તેમની ટીમના 9 જેટલા કોચે છેલ્લા એક વર્ષમાં શનિ- રવિવારે પાલનપુર, ડીસા, ધાનેરા, સિદ્ધપુર સહિત અનેક ગામડાની 650થી વધુ છોકરીઓને છરી, લાકડી, ચાકુ કેવી રીતે ચલાવવની તેની સાથે કરાટે ટ્રેનિંગ આપી. ઉપરાંત આ તૈયાર થયેલી છોકરીઓ તેમની આસપાસ રહેલ છોકરીઓને સેલ્ફ ડિફેન્સ અને કરાટે માટે ટ્રેન કરશે.
“દીકરીને ચંદ્ર જેવી શીતળ ના બનવાવી કે લોકો જોયા કરે દીકરીને બનાવો સૂર્ય જેવી તેની આંખોમાં જોતા લોકો 100 વાર વિચારે બસ આજ પ્રયત્ન કરીએ છીએ…” : જયેશ પ્રજાપતિ
From – Banaskantha Update