ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા આખોલ બ્રિજ પર બાઈક ચાલકે બ્રિજ પર વળાંકમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત થયું હતું અન્ય એક યુવક ઘાયલ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
આ અકસ્માતની વિગત જોઈએ તો કાંકરેજ તાલુકાના વડા ગામ ખાતે રહેતા જેન્તીભાઈ ઉર્ફે કુરાભાઈ બાબુભાઇ કાંકરેચા તેમજ મુકેશ વાત્યમભાઈ વાલ્મિકી રહે.અમદાવાદ આ બંને યુવાનો અમદાવાદથી જેન્તીભાઈ ઉર્ફે કુરાભાઈ બાબુભાઇ કાંકરેચા વાહનનું લાયસન્સ કઢાવવા પોતાના વતન કાંકરેજ તાલુકાના વડા ગામે આવ્યા હતા.
પોતાના ઘરેથી આ બે યુવકો 11 વાગ્યા પાલનપુર RTO કચેરી ખાતે લાયસન્સ કઢાવવા નીકળ્યા હતા. ડીસા તાલુકાના આખોલ બ્રિજ પર જેન્તીભાઈ ઉર્ફે કુરાભાઈ બાબુભાઇ કાંકરેચા તેમજ મુકેશ વાત્યમભાઈ વાલ્મિકી પસાર થઈ રહ્યા હતા. જેમાં બ્રિજ પર વળાંકમાં જેન્તીભાઈ કાંકરેચાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું.
જેમાં બાઈક ચાલક જેન્તીભાઈ ઉર્ફે કુરાભાઈ બાબુભાઇ કાંકરેચા માથાના ભાગે ઘભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું. તેમજ બાઈક પર પાછળ બેઠલ મુકેશ વાત્યમભાઈ વાલ્મિકીને નાની મોટી ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાસને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update