વેક્સીન લેવા ગયેલા લોકો પર પોલીસે કર્યો લાઠી ચાર્જ, પોલીસની ‘દબંગાઈ’થી લોકોમાં રોષ

- Advertisement -
Share

વેક્સીન લેવા ગયેલા લોકો પર પોલીસે કર્યો લાઠી ચાર્જ

પાછળ બારણે વેક્સીન અપાવતા યુવાનનો લોકોએ વિરોધ કર્યો અને પોલીસ આવી તો આ યુવાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યા પર લોકો પર લાધી ચાર્જ કરતા મામલો તંગ બની ગયો

 

આજે એક એવી ઘટના બની કે જે જોઈને ભલ ભલા લોકો વિચારમાં પડી જશે. વેક્સીન સેન્ટર પર ઓળખીતા લોકોને પાછળ બારણે વેક્સીન અપાવતા યુવાનનો લોકોએ વિરોધ કર્યો અને પોલીસ આવી તો આ યુવાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યા પર લોકો પર લાધી ચાર્જ કરતા મામલો તંગ બની ગયો હતો. પોલીસની આવી કાર્યવાહીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરતમાં કોરોનાના હાહાકાર વચ્ચે લોકો વેક્સીન મુકાવા અને તેમાં પણ પહેલી મેથી 18 વર્ષ કરતા વધુ ઉંમરના લોકોને વેક્સીન ચાલુ કરતા વેક્સીન ખૂટી પડ્યા હતા, જેને લઈને સુરતમાં બે દિવસથી વેક્સીન આપવાનું બંધી કરવામાં આવ્યું હતું. આજે વેકસીનનો જથ્થો આવી જતા લોકોએ વેક્સીન સેન્ટર પર ધસારો કર્યો હતો, તેવામાં સુરતના વેસુ સેન્ટર પર લોકો ધકધકતા તાપમાં વેક્સીન મુકવા કલાકો સુધી લાઇન ઉભા હતા, ત્યારે એક યુવાન 10 જેટલા લોકોને પોતાની ઓળખાણ હોવાને લઇને પાછળ બારણે વેક્સીન અપાવતો હતો, જેને લઈને બે દિવસ થી ધક્કા ખાતા લોકો અને તેમાં પણ ગરમી અને તાપમાં તપેલા લોકો આ યુવાનો વિરુદ્ધ કર્યો હતો.

આ મામલો તંગ બનતા સેન્ટરના કર્મચારી દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે પોલીસે આવીને જે યુવાનનો વિરોધ કરવામાં આવતો હતો, તેની સામે પગલા લેવાની જગ્યા પર જે લોકો વિરોધ કરતા હતા તેની સામે એક્શન મોડમાં આવી ગઈ.

પોલીસે લોકોને શાંત કરવાની જગ્યા પર લોકો સાથે દૂર વ્યવહાર શરુ કર્યો હતો અને જોત જોતામાં મામલો ઉગ્ર થઇ જતા પોલીસે આ લાઈનમાં ઉભેલા લોકો પર લાઠી ચાર્જ શરૂ કરી દીધો હતો. જે યુવાન ખોટું કરતો હતો તેની સામે પગલા ભરવાની જગ્યા પર લોકો સામે પોલીસે કાર્યવાહી કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને જોતા જોતામાં આફરા-તફરી મચી જવા પામી હતી.

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!