પાલનપુરમાં રિક્ષાચાલકની કોરોના સારવારનું 40 હજાર રૂપિયા બિલ માફ કરી માનવતા મહેકાવી

- Advertisement -
Share

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની અત્યંત મોંઘી સારવારની ફરિયાદો વચ્ચે પાલનપુરના તબીબે રિક્ષા ચાલકનું 40 હજાર જેટલું બિલ માફ કરી માનવતા મ્હેંકાવી છે. શહેરની ખાનગી સોસાયટીમાં રાત્રે વોચમેનની નોકરી કરતા અને આખો દિવસ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવનારને કોરોનાનું સંક્રમણ લાગી ગયું હતું અને દર્દીની હાલત ક્રિટિકલ હતી તેવામાં તબીબે ન માત્ર જીવ બચાવ્યો પરંતુ સ્ટાફે પરિવારના સભ્ય બની દર્દીની સેવા કરી તેને 5 દિવસમાં સાજો કરી ઘરે મોકલ્યો હતો.

પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તાર પાસે આવેલી ખાનગી સોસાયટીમાં રાત્રે વોચમેન તરીકે નોકરી કરતા અને દિવસે રિક્ષા ચલાવતા ભીખુભા વાઘેલાની એક સપ્તાહ પહેલા તબિયત બગડતાં પાલનપુરની લાઇફકેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડૉ ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું કે ” પેશન્ટનું CRP 193, HRCT 17, અને ડાયાબિટીસ 587 હતું. દાખલ કરવા પડે તેવી સ્થિતિ હતી. પેશન્ટને પાંચ દિવસ અહીં રાખી તેને સંપૂર્ણ સાજો કરવામાં આવ્યો છે.

 

 

દર્દી ભીખુભાએ જણાવ્યું હતું કે “અહીં સ્ટાફ દ્વારા સતત માવજત અને દેખરેખ રાખવામાં આવી જેના લીધે પારિવારિક માહોલ લાગ્યો. અધૂરામાં પૂરું હોસ્પિટલમાં 5 દિવસ રહેવાનો જે 35થી 40 હજાર જે ખર્ચ હશે તે ડો.એ માફ કર્યો હતો. તમેની આ દરિયાદિલીને લોકોએ બિરદાવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!