વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે લોકો પાસેથી આર્થિક સહાય માંગતા નજરે પડ્યા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે તેઓની ગ્રાન્ટ માટે ગુજરાત હાઇકોર્ટમાં તેમણે આ મામલે પિટિશન દાખલ કરી છે.
તેમનો સરકાર સામે આક્ષેપ છે કે ગુજરાતના 182 જેટલા ધારાસભ્યોની ગ્રાન્ટ કોરોના જેવા કપરા કાળમાં સરકારે રોકી રાખી છે. જેના કારણે પોતાના મતવિસ્તારના લોકોને તેઓ મદદ કરી શકતા નથી.
વડગામ મત વિસ્તારમાં અનેક લોકો કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત ના કારણે મોતને ભેટી રહ્યા છે જેથી પોતાના વિસ્તારના લોકોને મોતના મુખમાંથી બચાવવા અને ઓક્સિજન પ્લાન્ટ વડગામ મતવિસ્તારમાં કાર્યરત કરવા માટે આજે પોતાના સમર્થકો સાથે તેમણે પાલનપુરના એરોમા સર્કલ પર લોકો પાસેથી ફાળો એકત્ર કરતા નજરે પડ્યા.
જેમાં લોકો તરફથી પણ યથાશક્તિ યોગદાન આપી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને હુંફ આપવા માટે મદદરૂપ થયા હતા જેમાં વડગામ પંડિત દિનદયાલ એસોસિએશન તરફથી પણ 25,000 રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો હતો ધારાસભ્યની આ કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.
From – Banaskantha Update