ડીસામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટેન્કરની ફાળવણી કરાઈ : અલગ-અલગ ગ્રામ પંચાયતને 11 ટેન્કરનું વિતરણ કરાયું

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસા મત વિસ્તારના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પાસે ડીસા મતવિસ્તારના 11 ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પાણીના ટેન્કરની માંગણી કરવામાં આવી હતી જે માંગણીને ધ્યાને લઇને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી તમામે તમામ 11 ગ્રામ પંચાયતોની ટેન્કરની ફાળવણી કરી હતી અને ગતરોજ ધારાસભ્ય શશીકાંત પંડયાએ લીલીઝંડી આપી ટેન્કર ગામોમાં રવાના કર્યા હતા.

 

 

 

 

જેમા આખોલ મોટી, જુનાડીસા, ધરપડા, જોરપુરા, ચોરા, મહાદેવિયા, સમશેરપુરા, લક્ષ્મીપુરા, કુચાવાડા, રોબર્સ અને જોરાપુરા ગામોને ટેન્કર આપવામાં આવ્યા હતા.

આ બાબતે આખોલ ગામના સરપંચ ભરતભાઈ ધુંખે જણાવ્યું હતું કે પંચાયતમાં ટેન્કરની જરૂરિયાત હતી જેથી માંગણી કરવામાં આવી હતી જે માંગણી અનુસાર ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી અમોને ટેન્કરની ફાળવણી કરી છે.

 

 

 

 

જ્યારે ધારાસભ્ય શશીકાંત પંડ્યા જણાવ્યું તું કે મારા મત વિસ્તારમાં 11 ગામોના સરપંચોએ ટેન્કરની માંગણી કરી હતી અને જે માંગણી મુજબ અમે 11 ગામમાં પાણીના ટેન્કરનું વિતરણ કર્યું છે જોકે આ ટેન્કરથી ગામમાં ક્યારેક પાણીની તકલીફ ઊભી થાય તો સમયસર મળી શકે અને ગ્રામજનોને નાના મોટા પ્રસંગમાં ટેન્કર ભાડે લાવવું ન પડે એટલે ગ્રામજનોને ભાડાના પૈસા પણ બચી શકે જે હેતુથી ટેન્કર આપવામાં આવ્યા છે.

 

 

 

ડીસા મતવિસ્તારમાં 11 ગામોમાં પાણીના ટેન્કર પહોંચતા જ ગામમાં ખુશીનો માહોલ જામ્યો હતો અને હવે 11 ગામોને ટેન્કર દ્વારા ગામમાં સારા નરસા પ્રસંગોમાં આ ટેન્કર ઉપયોગી થઇ શકશે. આ ટેન્કર વિતરણ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકર, કાર્યપાલક ઈજનેર લીંબચિયા, વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!