બનાસકાંઠાના પાલનપુરમાં આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી. જોકે આ સેન્ટરની ખાસિયત એ છે કે, અહીં આવતા કોરોનાના દર્દીઓને ઇમરજન્સી ઓક્સિજનની જરૂર પડે તો સામાન્ય સંજોગોમાં એક્યુપ્રેશર પદ્ધતિથી તેમને સારવાર આપવામાં આવે છે અને તેનાથી દર્દીઓને લાભ પણ થઈ રહ્યો છે.
બનાસકાંઠામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં મોટાભાગની હૉસ્પિટલો અત્યારે હાઉસફુલ થઈ ગઈ છે. જેથી હવે સામાજિક સંસ્થાઓ પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દર્દીઓને સારવાર આપી રહી છે. પાલનપુરમાં પણ આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
જોકે આ સેન્ટરની ખાસિયત એ છે કે, અહીં દર્દીઓને કોરોનાની પ્રાથમિક સારવાર તો આપવામાં આવે છે પરંતુ અહીં દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થાય તો ઇમરજન્સી સંજોગોમાં તેઓને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા લેવલ વધારી આપવામાં આવે છે.
છેલ્લા 20 વર્ષથી પાલનપુરમાં એક્યુપ્રેસર દ્વારા અનેક રોગોમાં નિદાન કરનાર મુળદાસ જેઠાલાલ સલાટ અહીંના ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓને એક્યુપ્રેશર દ્વારા સારવાર આપી રહ્યા છે. કોરોના મહામારીના સમયમાં અત્યાર સુધી તેઓએ 100થી પણ વધુ દર્દીઓને આ રીતે સારવાર આપી સામાન્ય સંજોગોમાં ઠીક કર્યા છે.
એક્યુપ્રેશર વૈદ્ય મૂળદાસ સલાટે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 100 લોકોનું ઓક્સિજન લેવલ વધાર્યું છે. આ નિસ્વાર્થ સેવા સંગઠનના સંચાલક નીતિન ઠાકોરે જણાવ્યું હતું કે, અહીં દર્દીઓને વિનામૂલ્યે તમામ સુવિધા આપવામાં આવે છે, એક્યુપ્રેશર દ્વારા ઓક્સિજનની કમીની પણ સારવાર થાય છે.
દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થાય ત્યારે તેઓને હાથના બંને કાંડાની પાસેની નસ ઉપર 5 મિનિટ સુધી પ્રેસર કરવામાં આવે અને ત્યારબાદ આંતરડાંની છેલ્લી પાંસળી પર બંને બાજુ પ્રેસર કરવામાં આવે તો તરત જ તેનાથી ઓક્સિજન લેવલ વધી જાય છે.
આવો પ્રયોગ કરનાર દર્દી મેહુલ ઠાકોરે જણાવ્યું હતું કે, એક્યુપ્રેશર કરવાથી મને ફાયદો થયો છે અત્યારે કોરોના મહામારીના સમયમાં પણ લોકો વર્ષો જૂની પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેવામાં ઓક્સિજન લેવલ વધારવા માટે પણ આ એક્યુપ્રેશર પદ્ધતિ મહદંઅશે કારગત નીવડી રહી છે. જેનો વધુમાં વધુ લોકો લાભ લે. ઇમરજન્સી સંજોગોમાં આવી પરંપરાગત પદ્ધતિ દ્વારા સારવાર મેળવી સ્વસ્થ થાય તેમ એક્યુપ્રેશરના જાણકાર વૈદ્યનું માનવું છે.
From – Banaskantha Update