ગુજરાત સહીત પાટણ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા ત્યારે વધતા જતા કેસોને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ પાટણનું એક એવું ગામ જેને કોરોનાથી ડરીશું નહીં પણ તેને હરાવસોના સૂત્ર સાથે અને ગામના જાગૃત સરપંચ અને આરોગ્ય ટીમની મહેનતથી ગામલોકોના સાથ સહકારથી 1500ની વસ્તી ધરાવતું ગામ બન્યું કોરોના મુક્ત જે અન્ય ગામો માટે પણ પ્રેણારૂપ બની રહ્યું છે.
પાટણના શંખેસ્વર તાલુકાના નવીકુંવર ગામે કોરોનાને હરાવ્યો. કોરોના મુક્ત નવીકુંવર ગામના બહાર અભ્યાસ કરતા વિધાયર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ગામના જાગૃત સરપંચ દ્વારા બીજા જ દિવસે આરોગ્યની ટીમ બોલાવી અને ગામના દરેક લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાવ્યું અને તેમાં અન્ય ગામના 47 જેવા લોકોને કોરોના પોઝિટિવ સામે આવ્યા પોઝિટિવ આવેલ લોકોને આરોગ્ય ટીમ દ્વારા 5 દિવસની દવા આપવમાં આવી હતી અને 14 દિવસ હોમ આઈસોલેટ રહેવાની સલાહ આપી હતી.
કચ્છના નાના રણને અડીને વસેલું 1500 જેટલી વસ્તી ધરાવતું નવીકુંવર ગામ આજની સ્થિતીએ ગુજરાતના અન્ય ગામો માટે ઉત્તમ ઉધાહરણ બન્યું છે નવીકુંવર ગામમાં 14 એપ્રિલના રોજ સરપંચ દ્વારા આરોગ્યની ટીમ બોલાવી ગામના દરેકનું કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં એક સાથે 47 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે ગામના સરપંચ અને ગામના તલાટી દ્વારા ગામમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે ધ્યાને લઇ અલગ અલગ ટીમ બનાવી ગામના દરેક સ્થળ પર સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું.
જેમાં એક સાથે 47 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે ગામના સરપંચ અને ગામના તલાટી દ્વારા ગામમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે ધ્યાને લઇ અલગ અલગ ટીમ બનાવી ગામના દરેક સ્થળ પર સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું.
દર્દીઓને આરોગ્યની ટીમ દ્વારા દવાઓ આપવામાં આવી સાથે સંપૂર્ણ ગામને 14 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું અને ગામના દરેક લોકોને સાત દિવસ દેશી ઉકાળો આપતા રહ્યા અને ઓક્સિજન ઘટે નહીં તે હેતુથી દેશી નુસકો અપનાવી કપૂરગોટી, અજમાની પોટલી બનાવી. લોકો ગામલોકોને આપી તો સમગ્ર ગામે પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરી કોરનાને માત આપી આજે કોરોન મુક્ત ગામ બન્યું.
ગામના સરપંચ ઠાકોર ધીરુભાઈનું કહેવું છે કે નવીકુંવર ગામે કોરના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરી આજે કોરના મુક્ત ગામ બન્યું છે ગામમાં એક સાથે 47 કેસો આવ્યા હતા જેમાં યુવાનો અને વૃધ્ધ પણ કોરોના શંક્રમિત થયા હતા.
ગામના સરપંચ અને તલાટી તેમજ ગ્રામ જનોની કોઠા સુજ અને કોરના ગાઈડ લાઈન પાલન કરી આજે સમગ્ર ગામે કોરોનાને હરાવી અન્ય ગામ ને પ્રેણા આપતું ગામ બન્યું છે ગામમાં 65 વર્ષીય ઠાકોર પસાભાઈ પણ કોરના પોઝિટિવ આવ્યા હતા જેઓએ કોરનાને માત આપી છે અને કહ્યું કે કોરોના થી ડરવું નહીં તેને સામે લડવું સમય સર દવા લેવી અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવું.
From – Banaskantha Update