પિતાનો જીવ બચાવવા નીકળેલ પુત્રે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો : ઓક્શીજન લેવા નીકળેલ બેના મોત

- Advertisement -
Share

અરવલ્લી જિલ્લના વડામથક મોડાસામાં ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીંયા અકસ્માતમાં કારમાં ઑક્સીજન લેવા માટે જઈ રહેલા બે યુવકોનાં કરૂણ મોત થયા હતા. જોકે, આજે આ આ અકસ્માતના સી.સી.ટી.વી સામે આવ્યા હતા જેમાં અકસ્માત કઈ રીતે થયો તે જાણી શકાય છે.

 

 

 

બનાવની વિગત એવી છે કે અરવલ્લીના મોડાસામાં ગઈકાલે મોડાસા શહેરના મેઘરજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કાર ધડાકાભેર પોલી સાથે અથડાઈ હતી. આ કાર અથડાયા બાદ કારનો કચ્ચરઘાણ નીકળી ગયોહતો જ્યારે તેમાં સવારે બે યુવકોનાં મોત થયા હતા. આ ઘટના નજીકના કૉમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

 

 

 

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ઑક્સીજન લેવા નીકળ્યો હોવાની વિગતો સામે આવી હતી. પિતા કોરોના સંક્રમિત હોવાના કારણે ઑક્સીજન લેવા જઈ રહેલા આ યુવકનું આ અકસ્માતમાં કરૂણ મોત થયું હતું. આમ પિતાનો જીવ બચાવવા નીકળેલા પુત્રની કારને અકસ્માત નડતા બે યુવકોનાં જીવ ગયા હતા.

 

 

 

પિતાની જિંદગી બચાવવા માટે નીકળેલા પુત્રની કાર કાળનો કોળિયો બની જતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. પિતાની ઑક્સીજનની તાતી જરૂરિયાત હોવાના કારણે પિતાની જિંદગી બચાવવા માટે પુરપાટે કાર લઈને જઈ રહેલા યુવકનુ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!