રશિયાની વેક્સીન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો ભારત પહોંચ્યો : જાણો કેટલી હશે તેની કિંમત

- Advertisement -
Share

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક શસ્ત્ર મળ્યું. રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો આજે ભારત પહોંચ્યો. આ પહેલાં ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન સાથે કોરોના સામે યુદ્ધ ચાલુ છે.

 

 

 

સ્પૂતનિક-Vની પ્રથમ બેચ આવવાથી ભારતમાં વેક્સિનેશન ઝડપી બનશે, કારણ કે વિશ્વના સૌથી મોટી વેક્સિનેશન અભિયાનમાં વધુ એક વેક્સિન જોડાશે. સ્પૂતનિક-V વેક્સિન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા વિકસિત કરવામાં આવી છે.

 

 

 

5 ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક સહિત પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઓરિસ્સા, પંજાબ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ એટલે કે 11 રાજ્યોએ વેક્સિનેશન પ્રોગ્રામને નિર્ધારિત સમયે શરૂ કરવાનો ઈનકાર કર્યો છે.

ન્યૂઝ એજન્સી રોઈટર્સે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ના વડા કિરીલ દિમિત્રીકે ગયા અઠવાડિયે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે તેમને આશા છે કે રશિયાની આ વેક્સિન સપ્લાઈ ભારતને કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.

 

 

શરૂઆતમાં આ વેક્સિનની ક્ષમતા સામે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાયલના ડેટા જ્યારે ધ લાંસેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ત્યારે વેક્સિનને સલામત અને અસરકારક ગણાવી હતી.

હકીકતમાં, કોવિડ -19 ની રશિયન વેક્સિન ‘સ્પૂતનિક-Vની ત્રીજી તબક્કાની ટ્રાયલમાં તે 91.6 ટકા અસરકારક સાબિત થઈ હતી અને કોઈ આડઅસર પણ જણાઈ ન હતી. ‘ધ લાંસેટ’ જર્નલમાં પ્રકાશિત આંકડાના વચગાળાના વિશ્લેષણમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસના આ પરિણામો આશરે 20,000 સહભાગીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણ પર આધારિત છે.

 

 

 

ભારતમાં રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક-V’ ને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. ભારતની સેન્ટ્રલ મેડિસીન ઓથોરિટીની એક નિષ્ણાત સમિતિએ દેશમાં કેટલીક શરતો સાથે રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક- V’ ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી, જેને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી. ગમાલયા ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે ‘સ્પૂતનિક-V’ વેક્સિન એ કોરોના સામે અત્યાર સુધી વિકસિત તમામ વેક્સિનોમાં સૌથી વધુ અસરકારક છે.

 

 

 

કંપનીએ તેની કિંમત વિશે કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક- Vના એક ડોઝ માટે મહત્તમ 10 ડોલર (લગભગ 750 રૂપિયા) ખર્ચ થશે. જો કે, સ્પૂતનિક- V વેક્સિનના સત્તાવાર ભાવની જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ભારતમાં જે બે વેક્સિન છે, તેને કેન્દ્ર સરકાર 250 રૂપિયામાં ખરીદે છે.

રશિયન વેક્સિન સ્પૂતનિક- Vની વૈશ્વિક પહોંચ ખૂબ વધુ હોઈ શકે છે, કેમ કે 60 કરતાં વધુ દેશોએ સ્પૂતનિક- V સપ્લાય કરવાના કરાર કર્યા છે. 1 મેના રોજ સ્પૂતનિક-V વેક્સિનની પ્રથમ બેચ ભારતમાં પહોંચે છે, તો તેનો ઉપયોગ 1 મેથી જ વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં થઈ શકે છે. 1 મેથી, ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!