ડીસા લાયન્સ ક્લબ દ્વારા કોરોના દર્દીઓ માટે 50 ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યા

- Advertisement -
Share

કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત વચ્ચે હવે સેવાભાવી સંસ્થાઓ લોકસેવામાં જોડાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે લોકો મોતને ન ભેટે તે માટે લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન મશીનનું વિતરણ કરવામાં આવ્યું. આ મશીન દ્વારા હવામાંનો ઓક્સિજન ખેંચી ઓક્સિજનનો પુરવઠો કોરોના દર્દીને પૂરો પાડશે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઓક્સિજનની અછત સૌથી મોટી સમસ્યા છે. અનેક એવા દર્દીઓ છે કે જે ઓક્સિજનની અછતના કારણે મોતને ભેટી રહ્યાં છે. જેના કારણે હવે સેવાભાવી સંસ્થાઓ સામે આવી છે.

 

 

ડીસાના લાયન્સ ક્લબ દ્વારા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યા છે. લાયન્સ ક્લબ દ્વારા 50 જેટલા મશીન ખરીદવામાં આવે છે. જે પૈકી 20 મશીનો આજે ડિલિવરી થઈ જતા કોરોના પોઝિટિવ દર્દીઓ અને ઓક્સિજનની અછત ન વર્તાય તે માટે મશીન વિતરણ કરવામાં આવ્યું.

જે દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમને આ મશીન ના કારણે રાહત મળશે. કોઈપણ પ્રકારના ખર્ચ વિના ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન તેઓ ઓક્સિજન મેળવી શકશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!