ફળોના વેપારીઓની બેઠક બાદ થરાદ મામતદારએ ફળોના ભાવ મંજુર કર્યા

- Advertisement -
Share

કોરોના વાયરસની બીજી લહેર સામે સમગ્ર દેશ સહિત રાજ્ય લડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર જરૂરી તમામ નિર્ણયો લઈ યુધ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. કોવિડ-19 વાયરસથી બચવા શરીરની હર્ડ હ્યુમિન્ટી પાવર તેમજ માનવ દેહને જરૂરી પોષક તત્વો હોવા જરૂરી હોય છે અને જેના માટે ફળો મહત્વના હોય છે.

 

 

 

જે અનુલક્ષી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ફળોના જથ્થાબંધ તથા છુટક વેપારીઓની સાથે ઇન્સીડન્ટ કમાન્ડર અને મામતદાર થરાદ દ્વારા બેઠક બોલાવી તથા ફળો વેપાર સ્થળની મુલાકાત લઈ વેપારીઓ સાથે ચર્ચા કરી ફળોના છુટક ભાવો નક્કી કરવામાં આવ્યા છે.

 

 

 

જેમાં પ્રતિ કિ.લો પ્રમાણે ભાવ આ મુજબ ભાવ છે,

સંતરાં(નારંગી) 160થી 170 રૂપિયા,

મોસંબી 140થી 150 રૂપિયા,

સફરજન 250 મીડીયમ ક્વોલીટી/300 સારી ક્વોલીટી,

લીલા નારિયેળ – એક નંગના 60 થી 70 રૂપિયા,

 

 

 

માલ્ટા 160થી 170 રૂપિયા,

પાઈનેપલ 70 રૂપિયા,

ચીકુ 40થી 50 રૂપિયા,

બદામ કેરી 60 રૂપિયા.

આમ આ મુજબના ભાવ સર્વોનુમતે નક્કી કરવામાં આવ્યા છે.

 

 

 

ઉલ્લેખનીય છે કે, ફળોના વેપારીઓને તેમના ફળના ધંધા સ્થળે ભાવનું બોર્ડ રાખવું પડશે તેમજ નિયત કરાયેલ ભાવ કરતાં કોઈ વેપારી દ્વારા વધુ ભાવ લેવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જથ્થાબંધ બજારમાં ઘટાડો થાય ત્યારે તે મુજબ ફળો નીચા ભાવથી વિતરણ કરવાનું રહેશે. તેમ ઇન્સીડન્ટ કમાન્ડર અને મામતદાર થરાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!