ડીસામાં ઓક્સિજન સહિતની સુવિધાઓની અછત વર્તાઈ રહી છે તેનું સમાધાન તંત્ર લાવે : આપ

- Advertisement -
Share

સમગ્ર ભારતમાં કોરનાની લહેર ચાલી રહી છે જેમાં બનાસકાંઠા અને ડીસા તાલુકા પણ ભરડામાં છે હાલ દર્દીઓને ઓક્સીજન ખુબ જરૂર પડતી હોય લોકોને ઓક્સીજનનો પુરવઠો પૂરતો પૂરો પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને જેના કારણે લોકોને જીવ ગુમાવા પડે છે : આપ

 

 

 

આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ડીસાના ખાનગી ડોક્ટરોએ હાલ નવા કોરોનાના દર્દીઓને દાખલ કરતા નથી, તેમનુ કહેવું આવું છે કે તેમને રેમડેસિવિર ઇન્જેક્સન અને ઓક્સીજન નથી મળી રહ્યું છે.

તો આ ડોકટરોને પૂરતો પુરવઠો મળી રહે એવી સુચારુ વ્યવસ્થા ગોઠવામાં આવે આથી લોકોના મહામુલી જિંદગીના છીનવાય તેવી આમ આદમી પાર્ટીએ માંગ ઉઠાવી છે.

 

 

 

 

આમ આદમી પાર્ટી ડીસાના જણાવેલ એ અનુસાર “સોસીયલ મીડયા પર ફરતા મેસજમાં પણ એવું જણાવાયું છે કોઈ પણ હોમ અઈસોલેટ દર્દીઓને ઓક્સિજન નહિ મળે, તંત્રના આદેશથી તેની ખરી કરીને જો આમ કરવામાં આવ્યું હોય તો ખોટું. કારણકે ઘણા દર્દીઓની ઘરે દવા થઇ રહી છે હોસ્પિટલમાં જગ્યા ના હોવાના કારણે તો તેમની સાથે અનાન્ય થશે અને તેમને જિંદગીથી હાથ ધોવો પડશે” આથી તેમને પણ તંત્રના સુપરવિઝન મુજબ ઓક્સીજન મળી રહે એવી આમ આદમી પાર્ટીએ માંગ ઉઠાવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!