ઓક્સિજન ન મળતા તંત્ર ઘૂંટણિયે : પાલનપુરમાં હોમ આઇસોલેશનમાં સિંગલ દર્દીઓને ઓક્સિજન બોટલ આપવાનુ બંધ

- Advertisement -
Share

પાલનપુર સહિત હવે આસપાસના ગામોમાં ઓક્સિજનની વ્યાપક માંગ ઉઠતા તંત્રે હોમ-આઇસોલેશનના સિંગલ બોટલના દર્દીઓને ભગવાન ભરોસે છોડી દીધા હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. પાલનપુરમાં રવિવારથી સેંકડો દર્દીઓ સ્કૂટી પર કે રિક્ષામાં બોટલ વિના દરબદર ભટકી રહ્યા છે.

 

 

 

 

ચંડીસરની ગુરુ ઓક્સિજન પ્લાન્ટ પર તેમજ જયભારત ઓક્સિજન પ્લાન્ટ પર દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ ઓક્સિજન બાટલાના કાળા બજાર થતાં હોવાની ફરિયાદના પગલે કલેકટરની સૂચનાના પગલે પુરવઠા અધિકારીને બંને પ્લાન્ટ પર દેખરેખ રાખવા માટે અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને બાર બાર કલાકની ડ્યુટી પ્રમાણે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.

 

 

 

 

બંને પ્લાન્ટ પર દરરોજ 800થી 900 બોટલનું ઉત્પાદન થતું હોવા છતાં દર 2 દિવસે લિક્વિડ ઓક્સિજન ખતમ થઈ જતા રવિવારથી હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ માટે દરવાજા બંધ કરી દેવાયા છે.

 

 

 

 

પાલનપુરના જયભારત તેમજ ચંડીસરના ગુરુ ઓક્સિજન પર 24 કલાક ઓક્સિજન ટેન્ક માટે જિલ્લાભરની હોસ્પિટલમાંથી વાહનો લઈને આવતા ઘણીવાર સંઘર્ષ થાય છે જેને લઈ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

 

 

 

 

રવિવારે સવારથી કલેક્ટરની સૂચનાને પગલે દર્દીઓને ચંડીસર પ્લાન્ટ પર ઓક્સિજન ન મળતા સાંજે જયભારત પ્લાન્ટ પર આવ્યા હતા જેઓ રાત્રીના 1:30 વાગ્યા સુધી રાહ જોવા છતાં સિંગલ બોટલ આપવામાં આવી ન હતી. લોકોનો રોષ જોઈ અધિકારી ચેમ્બરમાં પુરાઈ રહ્યા હતા અને પ્લાન્ટના શટર પાડી દેવામાં આવ્યું હતું. કંટાળી 50થી વધુ લોકો પાછા જતા રહ્યા હતા.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!