કોરોના મહામારી મામલે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે જે અંગે આજે બનાસકાંઠા જિલ્લા પ્રભારી વિજય નેહરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે આવ્યા હતા જેમણે આજે ડીસા સહિત સરહદી વિસ્તારોમાં આરોગ્યની સુવિધાનું જાત નિરીક્ષણ કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં પણ ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે જેના કારણે અનેક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ડીસા અને પાલનપુરમાં તો હોસ્પિટલમાં દર્દીઓને જગ્યા પણ મળતી નથી જે મામલે આજે બનાસકાંઠા જિલ્લા પ્રભારી વિજય નેહરા પાલનપુર, ડીસા અને થરાદ સહિત સરહદી વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
જિલ્લામાં અત્યારે કોરોનાના દર્દીઓને સારવાર માટે કોઈ હોસ્પિટલમાં બેડની જગ્યા નથી તેવામાં સારવાર માટે રજળતા દર્દીઓને કઈ રીતે સારવાર આપી શકાય તેમજ ઓક્સિઝન અને ઇન્જેક્શનની અછત મામલે પણ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી અજય દહયા, આરોગ્ય અધિકારી ડોક્ટર ડો. જીગ્નેશ હરિયાણી, ધારાસભ્ય શશીકાંત પંડયા સહિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને વધુમાં વધુ દર્દીઓને કોરોનાની સારવાર કઈ રીતે આપી શકાય તે માટે બેઠક યોજી હતી.
From – Banaskantha Update