ડીસા – પાલનપુર હાઇવે પર આવેલી L&T કન્સ્ટ્રકશન કંપનીના ગોડાઉન આગ લાગતાં દોડધામ

- Advertisement -
Share

રાજ્યમાં એક બાજુ કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે. જ્યારે બીજી બાજુ આગની ઘટનાઓ પણ દિન-પ્રતિદિન વઘતી જાય છે. હજુ ચાર દિવસ પહેલાં જ ડીસામાં બાઇકમાં આગ લાગવાની ઘટવા સામે આવી હતી, ત્યારે આજે પાલનપુર-ડીસા હાઇવે ઉપર આવેલી L&T કન્સ્ટ્રકશન કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

 

 

 

પાલનપુર ડીસા-હાઈવે પર આવેલી L&T કન્સ્ટ્રકશન કંપનીના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી હતી. બનાવને પગલે ડીસા અને પાલનપુરની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ આગમાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જણાઇ રહ્યું છે.

 

 

 

 

પાલનપુર-ડીસા હાઈવે પર ચંડીસર પાસે આજે L&T કન્સ્ટ્રકશન કંપનીના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી હતી. અચાનક આગ લાગતા અહીં કામ કરતા કામદારોને દોડધામ મચી ગઇ હતી.

 

 

 

 

ઘટનાની જાણ થતાં જ પાલનપુર અને ડીસા નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સતત બે કલાકથી વધુ સમય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

 

 

 

 

આ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં તો અહીં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!