ડીસામાં માળી સમાજ યુવા સંગઠન દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ

- Advertisement -
Share

ડીસામાં માળી સમાજ યુવા સંગઠન દ્વારા દર્દીઓ અને દર્દીના સગાઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ. જેમાં વિવિધ સમાજમાં લોકોનો સહયોગ મળ્યો હતો.

 

 

 

ઉત્તર ગુજરાતનું મેડિકલ જોન ગણાતા ડીસામાં કોરોના પીડિત દર્દીઓ બનાસકાંઠા સહિત રાજસ્થાનમાંથી આવી રહ્યા છે ત્યારે જનતા કરફ્યુના કારણે દર્દીઓને જમવાની ખૂબજ તકલીફ પડી રહી હતી.

 

 

 

 

 

 

જેથી માળી સમાજ યુવા ગ્રુપ દ્વારા ટિફિન સેવા કરવાનું આયોજન કરતા વિવિધ સમાજના લોકો અને માળી સમાજના સહયોગથી ટિફિન સેવા સરૂ કરવામાં આવેલ. જેમાં દર્દી અને તેના સગાને આહાર મળી રહે તેવું ભોજન ટીફિન મારફત હોસ્પિટલ સુધી આપવાની વ્યવસ્થા કરવા આવેલ.

 

 

 

 

આ બાબતે આયોજકએ જણાવ્યું હતું કે દર્દીઓ અને સગાઓને જમવાની તકલીફ પડી રહી હતી તે જાણી ને અમો માળી સમાજના યુવાનોએ ટિફિન બનાવવાનું નક્કી કરેલ અને દર્દીઓ અને તેના સગાઓને હોસ્પિટલમાં ટિફિન આપી તેમને મદદરૂપ થઇ રહ્યા છીએ.

 

 

 

 

ડીસામાં હાલ કોરોના સમયે જનતા કરફ્યુ પણ ચાર દિવસ છે અને ડીસા સજ્જડ બંધ છે ત્યારે દર્દીઓ અને તેના સગાને જમવાની તકલીફ નિવારવા માળી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!