કલેક્ટર ડીસાની મુલાકાતે : દર્દીઓને સારવાર મળી રહે તે માટે વધુ 200 બેડની વ્યવસ્થાનું આયોજન

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1000થી વધુ છે અને રોજેરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 250થી 300 જેટલી નોંધાઈ રહી છે અને તેની સામે રોજેરોજના 250થી વધુ રીકવર પણ થઇ રહ્યા છે. પરંતુ હોસ્પિટલોમાં ઓક્સિજન, ઇન્જેક્શન સહિતની સુવિધાઓની અછત વર્તાઈ રહી છે.

 

 

જેને હવે સ્થાનિક સ્તરે ત્વરિત વ્યવસ્થા કરી વધુમાં વધુ દર્દીઓને સારવાર માટે આયોજન કરવામાં આવે તે માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેકટરે ડીસા સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી.

 

 

ડીસામાં અત્યારે દર્દીઓની સંખ્યા વધતાં તેમની સારવાર માટે ક્યાંય જગ્યા નથી, તેવામાં ડીસા સિવિલ હોસ્પિટલમાં 50 બેડની સંખ્યા વધારવામાં આવે, આ સિવાય ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં શેલ્ટર હોમમાં 100 બેડની ઓક્સિજન સાથેની હોસ્પિટલ શરૂ કરાય તેમજ જનતા હોસ્પિટલમાં પણ 50 બેડની સુવિધા વધારવામાં આવે તો આ સમસ્યાનો કંઈક અંશે હલ થઇ શકે તેમ છે.

 

 

જે માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાણી અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિતની ટીમોએ આ ત્રણેય સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જલ્દીમાં જલ્દી આ ત્રણેય સ્થળોએ હોસ્પિટલ શરૂ કરી બેડી સંખ્યા વધારી દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!