સુઈગામમાં માસ્કનો દંડ લેતા બે ઇસમોએ પોલીસ પર ગાડી ફેરવવાનો કર્યો પ્રયાસ

- Advertisement -
Share

સુઇગામમાં માસ્કનો દંડ આપતાં બે ઇસમોએ પોલીસ પર ગાડી ચડાવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રાત્રે માસ્ક નહીં પહેરવાને લઇ સુઇગામ પોલીસે શખ્સને દંડ આપતાં તેનું મનદુ:ખ રાખી બે ઇસમો કાર લઇ પોલીસ સ્ટેશનમાં ઘુસી આવ્યા હતા. જે બાદમાં દંડ આપનાર પોલીસકર્મીને જોઇ ગાડી ફૂલસ્પિડમાં મારી નાંખવાના ઇરાદે ચલાવી સરકારી કામગીરીમાં રૂકાવટ ઉભી કરી હતી. બાદમાં એક ઇસમને ઝડપી લેવાયો હતો.

 

 

જોકે એક ઇસમ કાર લઇ ભાગવા જતાં સરકારી ગાડી સાથે પોલીસે પીછો કરતાં આરોપીની કાર બાવળોની ઝાડી સાથે અથડાતાં ચાલક કાર મુકી નાસી છુટ્યો હતો. સમગ્ર મામલે સુઇગામ પોલીસે બંને સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પોલીસ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસમાં બે ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સુઇગામ પોલીસના પોલીસ કોન્સ્ટેબલ મહેશદાને નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે પેટ્રોલિંગ દરમ્યાન બેણપ પાટીયા પાસે રામસંગ માદેવાભાઇ બાયડે માસ્ક નહીં પહેર્યુ હોઇ તેમને દંડ કર્યો હતો.

 

 

જેની અદાવરદ રાખી રાત્રે 9 વાગ્યા આસપાસ રામસંગ બાયડ અને વિક્રમ ઠાકોર નામનો વ્યક્તિ કાર લઇને પોલીસ સ્ટેશનમાં ઘુસી આવી જોરજોરથી હોર્ન મારતો હતો. જેથી પોલીસે તપાસ કરતાં આ બંને ઇસમો હોઇ તેમને કાર પુર ઝડપમાં ચલાવી મારી નાંખવાના ઇરાદે પોલીસકર્મી ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમ્યાન રામસંગ નાસવા જતાં પોલીસે તેને ઝડપી લીધો તો વિક્રમ ઠાકોર કાર લઇ નાસી ગયો હતો. જેથી પોલીસે પણ તાત્કાલિક સરકારી વાહનમાં તેનો પીછો કરતાં સુઇગામથી ભાભર રોડ ઉપર ઇસમની ગાડી બાવળોની ઝાડી સાથે અથડાઇ હતી. પોલીસે તપાસ કરતાં વિક્રમ ઠાકોર નાસી છુટ્યો હોવાનું સામે આવ્યુ.

સમગ્ર મામલે પોલીસકર્મીએ બંને સામે સરકારી ફરજમાં રૂકાવટ અને મારી નાંખવાના પ્રયાસની ફરીયાદ નોધાઇ છે. સુઇગામ પોલીસે બંને સામે આઇપીસી 120B, 307, 34, 188, 186, 279, મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 અને જીપીએ કલમ 120 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!