બનાસકાંઠામાં નેતાઓ ભલે ટોળે થાય પણ લગ્નનાં ગરબામાં આવી પોલીસે કરી કાર્યવાહી

- Advertisement -
Share

લગ્ન પ્રસંગે ગરબાનું આયોજન કરનાર નિલેશજી પરબતભાઈ ઠાકોર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમિક એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

 

 

 

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના ગુંદરી ગામે લગ્ન પ્રસંગે ગરબાનું આયોજન કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં લગ્ન આયોજક સામે એપિડેમિક એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ તેના પીક પર છે. દરરોજ અઢીસોથી ત્રણસો જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે આવી રહી છે. જેને અટકાવવા માટે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના શહેરોમાં પાંચ દિવસ સુધી જનતા કર્ફ્યૂ આપવામાં આવ્યું છે. તેમ છતાં પણ કેટલાક લોકો સામાજિક પ્રસંગોમાં ટોળા એકત્ર કરી કોરોના વાયરસને રીતસર આમંત્રણ આપતા હોય તેવી ઘટનાઓ બની રહી છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!