ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ડીસા તાલુકાના સોત્તમલા ગામ નજીક એક કોલસા ભરેલી ટ્રક 100 મીટર દૂર ખેતરમાં ઘુસી જઈ ઝાડ સાથે ટકરાઈ હતી જેથી બાજરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું.
મુન્દ્રાથી કોલસા ભરી બ્યાવર તરફ જઈ રહેલ ટ્રક નંબર NL-01-AD-7992 આજે સવારે ડીસા તાલુકાના સોતમલા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે કાબુ ગુમાવતા ખેતરમાં 100 મીટર સુધી ઘુસી ગઈ હતી.
ત્યાં લીમડાના ઝાડ સાથે અથડાતા ટ્રકને નુકસાન થયું હતું ત્યારે ટ્રક થાંભલા તોડી ખેતરમાં પરવેશી જતા બાજરીના પાકને નુક્સાન થયું હતું તેમજ ટ્રક ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.
From – Banaskantha Update