બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થતાં બનાસકાંઠામાં વેપારીઓ સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે ડીસામાં તમામ વેપારી એસોસીએશનની નગરપાલિકા ખાતે બેઠક મળી હતી.
જેમાં ગુરુવારે સાંજથી સોમવાર સાંજ સુધી સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ જે પણ વેપારી લોકડાઉનનો ભંગ કરતાં જણાશે તો એસોસિએશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યા છે અને દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પાલનપુર તેમજ ડીસા ખાતે કોરોના કેસોની સંખ્યામા વધારો થઇ રહ્યો છે.
ત્યારે કોરોનાના કેસોને અટકાવવા માટે વેપારી એસોસીએશન સ્વેચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. આજે ડીસા ખાતે પણ તમામ વેપારી એસોસીએશનની ડીસા નગરપાલિકા ખાતે ડીસાના ધારાસભ્ય તેમજ ડીસા ડી.વાય.એસ.પી, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખની હાજરીમાં તમામ વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી.

જેમાં તમામ વેપારી એસોસિયેશને સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગુરુવારે સાંજથી સોમવાર સાંજ સુધી સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ જે પણ એસોસિએશનમાં નહિ જોડાય તેમજ વેપાર ચાલુ રાખશે તેમની સામે એસોસિએશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
From – Banaskantha Update