ડીસામાં વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું તેમજ માસ્કનું વિતરણ કરાયું

- Advertisement -
Share

હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીને રોકવા અને આરોગ્ય રક્ષણ માટે ઋષિમુનિઓના આશીર્વાદરૂપ આયુર્વેદની અનમોલ ભેટ એવા શક્તિવર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી એવી સ્વદેશી 22 પ્રકારની જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવેલ આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ ડીસામાં વિના મૂલ્યે કરવામાં આવ્યું.

 

 

આ કાર્યક્રમમાં ડીસા પ્રાંત અધિકારી, ડીસા સીટી મામલતદાર, ડીસા તાલુકા મામલતદારના માર્ગદર્શનથી જલારામ મંદિર, ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસીએશન પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી અને રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડારના વૈદ્ય કાંતિભાઈ એસ માળી દ્વારા સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું.

 

 

શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણાની હાજરીમાં લગભગ 2500 લોકોએ લાભ લીધેલ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. જે લોકોને કોરોનટાઇન કરવામાં આવેલ તેમને ઘરના સભ્યો માટે પણ સ્ટીલના પાત્રોમાં ભરીને વિતરણ કરવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!